Home /News /national-international /ભારતમાં ચીનના 10 લાખ જાસૂસો, દરેક ગતિવિધિ પર ડ્રેગનની નજર, કોંગ્રેસ નેતાએ કરી સરકારને એલર્ટ

ભારતમાં ચીનના 10 લાખ જાસૂસો, દરેક ગતિવિધિ પર ડ્રેગનની નજર, કોંગ્રેસ નેતાએ કરી સરકારને એલર્ટ

ભારતમાં 10 લાખ ચીની જાસૂસ

China CCTV Spy in India: અરુણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય નિનોંગ ઇરિંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જોખમના આશંકા વ્યક્ત કરતા દેશમાં ચાઇના નિર્મિત CCTV કેમેરા પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી છે. ધારાસભ્યએ કહ્યું કે, સરકાર જરૂરિયાત મુજબ CCTV ડેટાને સુરક્ષિત રાખવા માટે સ્વદેશી ક્લાઉડ-આધારિત સર્વર શરૂ કરવાનું વિચારી શકે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ચીનની એક ચાલાકી સામે આવી છે, જેના કારણે તે પોતાની નાપાક યોજનાઓને અંજામ આપવાનું વિચારી રહ્યા છે. જણાવી દઈએ કે, CCTVના રૂપમાં ચીનના ભારતમાં લગભગ 10 લાખ જાસૂસો છે અને તેના દ્વારા તે દેશની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. કેન્દ્ર સરકારનું આઈટી મંત્રાલય ચીનના આ દૃષ્ટિકોણ પર નજર રાખી રહ્યું છે. બેઇજિંગ 'મેડ ઇન ચાઇના' CCTV દ્વારા ભારતની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે.

એક અંદાજ મુજબ, દેશમાં 10 લાખ CCTV કેમેરા છે, જે સાયબર સુરક્ષા માટે મોટો ખતરો છે. સસ્તા હોવાના કારણે ભારતમાં મોટા પાયે ચાઈનીઝ CCTV ખરીદવામાં આવે છે, પરંતુ કેન્દ્રીય એજન્સીઓ હવે આ બાબતે સાવધ બની ગઈ છે. અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોએ ચીન દ્વારા કરવામાં આવી રહેલી સંભવિત 'જાસૂસી'ને ધ્યાનમાં રાખીને જ તેમના દેશમાં બનેલા CCTV પર ક્રેક ડાઉન કર્યું છે.

આ પણ વાંચો: એક વર્ષમાં 5000થી વધુ 15 વર્ષ જૂના વાહનો સ્ક્રેપ થયા, જાણો દેશમાં કેટલા નંબર પર છે ગુજરાત

ચાઈનીઝ CCTV કેમેરા પર પ્રતિબંધ મૂકવાની માંગ

આ દરમિયાન, અરુણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય નિનોંગ ઇરિંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખતરાના ડરથી દેશમાં ચાઇના નિર્મિત CCTV કેમેરા પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી છે. પસીઘાટ પશ્ચિમના ધારાસભ્ય ઈરિંગે રવિવારે વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં લોકોમાં તેમના ઘરોમાં ચાઈનીઝ CCTV કેમેરાનો ઉપયોગ ન કરવા માટે જાગૃતિ લાવવાનું અભિયાન શરૂ કરવાનું સૂચન કર્યું હતું.

'મેઇડ ઇન ચાઇના' CCTV કેમેરા બેઇજિંગ માટે જાસૂસી

ધારાસભ્યએ કહ્યું કે, સરકાર જરૂરિયાત મુજબ CCTV ડેટાને સુરક્ષિત રાખવા માટે સ્વદેશી ક્લાઉડ-આધારિત સર્વર શરૂ કરવાનું વિચારી શકે છે. તેમણે પોતાના પત્રમાં કહ્યું છે કે, "IT સેક્ટરમાં ભારતના પરાક્રમને જોતા, અમે અમારી રાષ્ટ્રીય સુરક્ષા માટેના આ ખતરાનો સામનો કરવા સક્ષમ છીએ."


એક મીડિયા અહેવાલને ટાંકીને ધારાસભ્યએ કહ્યું કે, દેશમાં ઉપયોગમાં લેવાતા ચીની બનાવટના CCTV કેમેરાનો ઉપયોગ બેઇજિંગ 'આંખો અને કાન' તરીકે કરી શકે છે.
First published:

Tags: Business news, Cctv camera, China India, India China Conflict

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો