પાકિસ્તાને ભારત સાથેના વેપારી સંબંધો તોડી નાખ્યા છે. જે બાદમાં બંને દેશ વચ્ચે આયાત-નિકાસ બંધ થઈ જશે. ત્યારે જાણીએ કે પાકિસ્તાનની એવી કઈ વસ્તુઓ છે જેને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. પાકિસ્તાનથી આવતા સમાનમાં તાજા ફળો, સીમેન્ટ અને ચામડાની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ મોટા જથ્થામાં પાકિસ્તાનથી આવે છે અને ભારતમાં તેને ખૂબ પસંદ કરવામાં આવે છે. પાકિસ્તાને હવે જ્યારે વેપારી સંબંધો તોડી નાખવાની જાહેરાત કરી છે ત્યારે આ વસ્તુઓ ભારતમાં નહીં આવે.
પાકિસ્તાનમાંથી ભારતમાં આયાત થતી વસ્તુઓનું પ્રમાણ 2016-17ની સરખામણીમાં 2017-18માં વધ્યું હતું. 2016-17માં પાકિસ્તાનમાંથી 455.5 બિલિયન ડોલરની કિંમતની વસ્તુઓની આયાત ભારતમાં થઈ હતી, જે 2017-18માં વધીને 488.5 મિલિયન ડોલર થઈ હતી.
તાજા ફળો ખૂબ પસંદ કરવામાં આવે છે
2017માં પાકિસ્તાનમાં મોટા પ્રમાણમાં ફળો ભારતમાં આવ્યા હતા. જેમાં ડ્રાયફ્રૂટ્સ, તરબૂચ અને બીજા ફળો સામેલ છે. પાકિસ્તાનના આ ફળોનું મોટું બજાર છે. એટલે સુધી કે પાકિસ્તાનની કેરીને પણ ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. આંકડા જણાવે છે કે 2017માં 89.62 મિલિયન ડોલર એટલે કે 63 કરોડના ફળો ભારતે ખરીદ્યા હતા. પાકિસ્તાનમાંથી આવતા ફળો સામાન્ય રીતે કાશ્મીર અને દિલ્હીની બજારમાં આવે છે.
સિંધાલુણ અને સીમેન્ટની ખૂબ માંગ
વ્રતમાં ખવાતું સિંધાલુણ, સલ્ફર, પથ્થર અને ચૂનાની ભારતમાં ખૂબ માંગ છે. ભારતની લોકપ્રિય બીનાની સીમેન્ટ પાકિસ્તાનમાં જ બને છે. જ્યારે વ્રતમાં ઉપયોગમાં લેવાતું સિંધાલુણ પાડોશી દેશમાંથી જ આવે છે. એટલે સુધી કે સૌંદર્ય પ્રસાધનોમાં ઉપયોગમાં લેવામાં આવતી મુલતાની માટી પાકિસ્તાનથી આવે છે. ત્રીજા નંબરે ચામડાનો સામાન પાકિસ્તાનમાંથી આવે છે.
મેડિકલ ઉપકરણો
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ પાકિસ્તાન આપણે પેટ્રોલિયમ ઉત્પાદનો અને ક્રુડ પણ મોકલે છે. આપણા દેશમાં ઉપયોગમાં આવતા ઓપ્ટિકલ્સ પણ પાકિસ્તાનમાંથી આવે છે. મોટા પ્રમાણમાં મેડિકલ સાધનો પણ પાકિસ્તાનથી આવે છે.
કપાસ અને તાંબુ
પાકિસ્તાનમાંથી મોટા પ્રમાણમાં આપણે કોટન પણ આયાત કરીએ છીએ. તાંબુ અને સ્ટીલ પણ પાકિસ્તાનમાંથી આયાત કરવામાં આવે છે. આ બંને વસ્તુ મોટાપ્રમાણમાં પાકિસ્તાનથી મંગાવવામાં આવે છે. આ ઉપરાંત ગેર કાર્બનિક કેમિકલ્સ, મેટલ કમ્પાઉન્ડ પણ પાકિસ્તાનમાંથી મંગાવવામાં આવે છે. એટલું જ નહીં ખાંડમાંથી બનતી મીઠાઈઓ પણ પાકિસ્તાનમાંથી મંગાવવામાં આવે છે.
પાકિસ્તાનની કઈ કઈ બ્રાન્ડ લોકપ્રિય
પાકિસ્તાનની અનેક બ્રાન્ડ ભારતમાં લોકપ્રિય છે. આ બ્રાન્ડ્સની વસ્તુઓ કાશ્મીર અને ઉત્તર ભારતમાં જોવા મળે છે. પાકિસ્તાની એમ્બ્રાઇડરી અને કોટન ફેબ્રિક બ્રાંડ બેરીજીના બે સ્ટોર દિલ્હીમાં આવેલા છે. આ ઉપરાંત જુનૈદ જમશેદને ભારતમાં પસંદ કરવામાં આવે છે. લાહોરના કૂર્તા, પેશાવરના ચંપલો પણ દિલ્હીની બજારમાં ખૂબ વેચાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર