Home /News /national-international /

દેશના આ 10 જિલ્લામાં છે સૌથી વધારે કોરોના હોટસ્પોટ, કુલ કેસમાં 46.39%ની ભાગીદારી, અમદાવાદનો કયો નંબર?

દેશના આ 10 જિલ્લામાં છે સૌથી વધારે કોરોના હોટસ્પોટ, કુલ કેસમાં 46.39%ની ભાગીદારી, અમદાવાદનો કયો નંબર?

ગ્રાફિક્સ

દેશમાં 170 જિલ્લાઓમાં કોરોના હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બધામાં દેશમાં 10 જિલ્લા એવા છે જ્યાં કોરોના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત છે.

    નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ સંક્રમણ (coronavirus)ના કેસ વધી રહ્યા છે. રવિવારે સાંજ સુધીમાં કુલ 16,116 કેસ સામે આવી ચૂક્યા છે. સાથે જ 519 લોકોના મોત થયા છે. દેશમાં 170 જિલ્લાઓમાં કોરોના હોટસ્પોટ (Corona hotspot) જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બધામાં દેશમાં 10 જિલ્લા એવા છે જ્યાં કોરોના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત છે. જેમાં સંયુક્ત રૂપથી 6540 કેસ સામે આવ્યા છે. જે દેશમાં કુલ કેસની 46.39 ટકા ભાગીદારી છે.

    170 જિલ્લા હોટસ્પોટ
    દેશમાં 732 જિલ્લાઓમાં 406 જિલ્લાઓમાં કોરોના વાયરસ સંક્રમણનું ઓછામાં ઓછો એક કેસ સામે આવ્યો છે. આનો મતબલ છે કે 55.46 જિલ્લા કોરોના પ્રભાવિત છે. આ સંખ્યા 23 માર્ચે 84 હતી. 9 એપ્રિલે 284 થઈ અને હવે 406 થઈ છે. 406માંથી 170 જિલ્લાઓ હોટસ્પોટ છે. 170માંથી 123 જિલ્લાઓમાં 15થી વધારે મામલા સામે આવ્યા છે. જ્યારે 47માં 15થી ઓછા છે. તમિલનાડુમાં સૌથી વધારે 22 જિલ્લા હોટસ્પોટ છે.

    16 રાજ્યોમાં આટલા હોટસ્પોટ
    1- તમિનાડુ - 22 જિલ્લા
    2- મહારાષ્ટ્ર 14 જિલ્લા
    3- ઉત્તર પ્રદેશ- 13 જિલ્લા
    4- રાજસ્થાન- 12 જિલ્લા
    5- આંધ્રપ્રદેશ - 11 જિલ્લા
    6- દિલ્હી - 10 જિલ્લા
    7- તેલંગણા - 9 જિલ્લા
    8- જમ્મુ-કાશ્મિર- 8 જિલ્લા
    9- પંજાબ - 8 જિલ્લા
    10- કર્ણાટક - 8 જિલ્લા
    11- કેરલા - 7 જિલ્લા
    12- મધ્ય પ્રદેશ - 6 જિલ્લા
    13- હરિયાણા - 6 જિલ્લા
    14- ગુજરાત- 6
    15- અસમ- 5 જિલ્લા
    16- હિમાચલ પ્રદેશ 5

    18 એપ્રિલ સુધી સૌથી પ્રભાવિત 10 કોરોના હોટસ્પોટ

    1. મુંબઈ- 2079 કેસ
    2- ઈન્દોર-842 કેસ
    3- નવી દિલ્હી-802 કેસ
    4- અમદાવાદ -590
    5- પુના- 496
    6- જયપુર-489
    7- હૈદરાબાદ- 407
    8- દક્ષિણ દિલ્હી- 320
    9-થાણે-293 કેસ
    10- ચેન્નાઈ-222

    100થી વધારે કેસવાળા 20 જિલ્લા
    દેશમાં 20 જિલ્લા એવા પણ છે જ્યાં 100થી વધારે કોરોના વાયરસ સંક્રમણના કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ કોરોના પોઝિટિવ મામલામાં આ જિલ્લાઓની ભાગીદારી 50 ટકાથી વધારે છે. આ સાથે કુલ મોતમાં 20 જિલ્લામાં ભાગીદારી 67 ટકા છે. જેમના નામ દક્ષિણ દિલ્હી, નવી દિલ્હી, મધ્ય દિલ્હી, આગરા, જયપુર, જોધપુર, ભોપાલ અમદાવાદ, વડોદરા, ઈન્દોર, થાણે, મુંબઈ, કાસરગોડ, હૈદરાબાદ, ચૈન્નાઈ, કુરનૂલ, ગુંટુર, કોયમ્બતૂર અને કોલકત્તાર છે.

    આ જિલ્લાઓમાં સૌથી ઝડપથી વધ્યા કેસ
    દેશના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા 14 દિવસોમાં વાયરસનું સંક્રમણ ઝડપથી વધ્યું છે. તમિલનાડુના તિરુપુર 79 કેસ વધ્યા અને તિરુચિરાપલ્લીમા 46 કેસ, મહારાષ્ટ્રના નાસિકમાં 55 કેસ, જમ્મુ કાશ્મીરના બારામૂલામાં 40 કેસ, દક્ષિણી દિલ્હીમાં 24 કેસ, અમૃતસરમાં 7 કેસ, બસ્તીમાં 11 કેસ અને રાંચીમાં 13 છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Coronavirus, COVID-19, Hotspot, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन