સુપર સાઇક્લોન અમ્ફાનથી બંગાળમાં 12 લોકોનાં મોત, અનેક શહેરોમાં વીજળી ડૂલ, ઇન્ટરનેટ ઠપ

ખતરનાક વાવાઝોડા અમ્ફાનથી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા

ખતરનાક વાવાઝોડા અમ્ફાનથી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા

 • Share this:
  કોલકાતાઃ સુપર સાઇક્લોન અમ્ફાન (super Cyclone Amphan)થી ઓડિશા (Odisha) અને પશ્ચિમ બંગાળ (West Bengal)માં ભારે વિનાશ સર્જાયો છે. આ ખતરનાક વાવાઝોડાથી પશ્ચિમ બંગાળમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયા છે. જ્યારે અહીંના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચ્યું છે. સુપર સાઇક્લોન અમ્ફાનના કારણે બંગાળના અનેક શહેરોમાં વીજ પુરવઠા પર માઠી અસર પડી છે. તેથી ગરમીમાં વીજળી ડૂલ થતાં લોકો વધુ હાલાકી ભોગવી રહ્યા છે. અનેક સ્થળે ઇન્ટરનેટ સેવા પણ ઠપ થઈ ગઈ છે.

  વાવાઝોડું બુધવાર બપોરે અઢી વાગ્યાની આસપાસ પશ્ચિમ બંગાળના દીઘા અને બાંગ્લાદેશના હાતિયા દ્વીપની વચ્ચેના કાંઠાને ટકરાયું (Landfall). આ દરમિયાન ઓડિશા અને બંગાળના કાંઠા વિસ્તારોમાં બુધવારે 190 કિમી પ્રતિ કલાકની ઝડપે હવા ચાલી રહી હતી. હવાની ઝડપ હવે ધીમી થઈ છે અને વાવાઝોડું બાંગ્લાદેશ (Bangladesh) તરફ આગળ વધ્યું છે.

  ‘કોરોનાથી મોટી આપત્તિ’

  પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે આ વાવાઝોડું કોરોના વાયરસથી આપત્તિથી મોટી હતી. તેઓએ કહ્યું કે આ તોફાનમાં ઓછામાં ઓછા 10-12 લોકોએ જીવ ગુમાવ્યા. તેઓએ કહ્યું કે, અનેક વિસ્તારો નષ્ટ થઈ ગયા. મેં આવે યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કર્યો. ઓછામાં ઓછા 10-12 લોકોનાં મોત થયા છે. નંદીગ્રામ અને રામનગર...ઉત્તર તથા દક્ષિણ 24 પરગનાના બે જિલ્લા સમગ્રપણે નષ્ટ થઈ ગયા છે.


  આ પણ વાંચો, જાણો શું હોય છે સુપર સાઇક્લોન અને દરિયાકાંઠે ટકરાતાં શું હોય છે તેની ઝડપ!

  દરિયામાં ઊંચા મોજા

  ટીવી ફુટેજમાં દીઘા કાંઠે દરિયામાં ઘણા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. ભારે વરસાદના કારણે અનેક સ્થળો પર પાણી ભરાઈ ગયા. બીજી તરફ કાચા મકાન પડી ગયા અથવા તો ક્ષતિગ્રસ્ત થઈ ગયા. ભારતીય હવામાન વિભાગ મુજબ ઉત્તર 24 પરગણા અને પૂર્વ મિદાનપુર જિલ્લામાં 160-170 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફુંકાયો હતો. હવાઓની ગતિ વધીને 185 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ.

  આ પણ વાંચો, ‘મરેંગે તો વહી જાકર જહાં જિંદગી હૈ...’ પ્રવાસી શ્રમિકોની વ્યથા રજૂ કરતી ગુલઝારની કવિતા!

  Published by:Mrunal Bhojak
  First published: