રસી ઉત્પાદન વધારવા સરકારની તડામાર તૈયારીઓ, સપ્ટેમ્બર સુધીમાં દર મહિને 10 કરોડ Covaxin ડોઝ તૈયાર થશે

રસી ઉત્પાદન વધારવા સરકારની તડામાર તૈયારીઓ, સપ્ટેમ્બર સુધીમાં દર મહિને 10 કરોડ Covaxin ડોઝ તૈયાર થશે
પ્રતીકાત્મક તસવીર

સરકાર સપ્ટેમ્બર સુધીમાં ઘરેલું કોવિડ -19 રસી કોવાક્સિનનું ઉત્પાદન વધારશે. દર મહિને તેનું ઉત્પાદન લગભગ 10 કરોડ ડોઝ સુધી પહોંચશે.

  • Share this:
    કોરોના મહામારીએ ભારતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે એક સમયે જે રસીની નિકાસ કરવી પડતી હતી, તે રસીની હવે આયાત કરવી પડે તેવી સ્થિતિ આવી ગઈ છે. ભારતમાં રસીનું ઉત્પાદન વધે તે માટે પ્રયાસ થઇ રહ્યા છે. ત્યારે બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટે શુક્રવારે કહ્યું હતું કે, સરકાર સપ્ટેમ્બર સુધીમાં ઘરેલું કોવિડ -19 રસી કોવાક્સિનનું ઉત્પાદન વધારશે. દર મહિને તેનું ઉત્પાદન લગભગ 10 કરોડ ડોઝ સુધી પહોંચશે.

    આ નિર્ણય આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ લેવામાં આવ્યો છે. થોડા અઠવાડિયા પહેલાં કોવિડ સુરક્ષા પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો હતો. જેના દ્વારા રસીનું ઉત્પાદન કઈ રીતે થઈ શકે? તે માટે મંત્રીમંડળની ટુકડીએ બે વેક્સીન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી. આ સમયગાળા દ્વારા રસીકરણને લઈ ઉત્પાદકો સાથે વિવિધ અભ્યાસો થયા હતા.    રસીનું ઉત્પાદન વધારવા માટે ભારત બાયોટેક લિમિટેડની સાથે જ જાહેર ક્ષેત્રની ઉત્પાદન કંપનીઓને પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી આપવાની તૈયારી થઈ હતી. સરકાર દ્વારા ઉત્પાદકોને આર્થિક ટેકો આપવાની તૈયારી પણ બતાવાઈ હતી. જેના અનુસંધાને ભારત બાયોટેકને બેંગલોર ખાતે નવી સુવિધા વિકસાવવા માટે રૂપિયા 65 કરોડ આપવાનો નિર્ણય લેવાયો હતો.

    હાર્દિક પટેલની CM રૂપાણીને વિનંતી, 'ગુજરાતની જનતાને કોરોના મહામારીથી બચાવવા અમને કામ આપો'

    ડીબીટીના કહ્યા મુજબ. આગામી મે થી જૂન મહિનામાં કોરોનાની રસીની ઉત્પાદન બેગણું કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. જેને મહિના સુધીમાં છ થી સાત ગણું વધારવાનો પ્રયત્ન થશે. એપ્રિલ મહિના સુધી રોજ વેક્સિનના એક કરોડ ડોઝ બનતા હતા, જે જુલાઈ-ઓગસ્ટ મહિના સુધીમાં વધારીને 6થી 7 કરોડ સુધી કરવામાં આવશે.

    PNB Alert! બેંકે ગ્રાહકોને કર્યા સાવધાન, ના કરતા આવી ભૂલ, નહીંતર...

    રસીની ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે મુંબઈની હફકીન બાયોફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડ, હૈદરાબાદની ઈન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડ (આઈઆઈએલ) અને ભારત ઇમ્યુનોલોજિકલ અને બાયોલોજીકલ લિમિટેડ નામની (બીઆઇબીસીએલ) ત્રણ કંપનીઓ શરૂ કરવામાં આવી છે.

    જાહેર ક્ષેત્રની ત્રણ કંપનીઓ

    હફકીન બાયોફર્માસ્ટીકલ કોર્પોરેશન લિમિટેડ મહારાષ્ટ્ર સરકારનું સાહસ છે. કેન્દ્ર સરકાર તેને ઉત્પાદન વધારવા માટે 65 કરોડ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે. જોકે, હફકીન બાયોફાર્માસ્યુટિકલ્સ લિ.એ આ કાર્ય પૂર્ણ કરવા માટે લગભગ 12 મહિનાનો સમય માંગ્યો હતો. પરંતુ કેન્દ્ર સરકારે કંપનીને તાકીદે 6 મહિનામાં કાર્ય પૂરુ કરવા કહ્યું હતું. આ કંપનીની કામગીરી શરૂ થયા બાદ ઉત્પાદન ક્ષમતા બે કરોડ સુધી પહોંચી જશે.    નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ હેઠળની હૈદરાબાદની ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડ (આઈઆઈએલ) તથા ભારત ઇમ્યુનોલોજિકલ અને બાયોલોજીકલ લિમિટેડને રસીના ઉત્પાદન માટે કામે લગાડી દેવામાં આવ્યા છે. એકંદરે ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં દર મહિને બે કરોડ જેટલા રસીના ડોઝ બને તે માટે તૈયારી થઈ ચૂકી છે.
    Published by:News18 Gujarati
    First published:April 17, 2021, 12:57 pm

    ટૉપ ન્યૂઝ