Home /News /national-international /

ગામમાં હતા 10 કોરોના પોઝિટિવ દર્દી, તપાસ માટે પહોંચેલી મેડિકલ ટીમને ધમકી આપી પાછી મોકલી

ગામમાં હતા 10 કોરોના પોઝિટિવ દર્દી, તપાસ માટે પહોંચેલી મેડિકલ ટીમને ધમકી આપી પાછી મોકલી

ગામમાં પહોંચેલી મેડિકલ ટીમની તસવીર

અલ્લી ગામમાં બુધવારે ફરીથી મેડિકલની ટીમ તપાસ માટે પહોંચી હતી. ગામ લોકોએ સેમ્પલ આપ્યા વગર સ્વાસ્થ્ય વિભાગની ટીમને પરત મોકલી દીધી હતી.

    રાયસેનઃ ભોપાલથી (bhopal) અડીને આવેલા રાયસેન જિલ્લામાં કોરોનાના 26 કેસ સામે આવ્યા છે. જેમાં મોટાભાગના જમાતી લોકો છે. 26માંથી 10 કેસ અલ્લી ગામના છે. આ ઉપરાંત આ ગામના કેટલાક લોકોનો રિપોર્ટ આવવાનો બાકી છે. મેડિકલ ટીમ (medical team) આ ગામમાં સર્વે માટે પહોંચી તો ગામલોકોએ ધમકી આપીને પરત મોકલી દીધી હતી. આ ઉપરાંત ગામ લોકોએ ગામમાં ઘૂસવા માટે પણ ઈન્કાર કર્યો હતો.

    મેડિકલ ટીમના સભ્યોએ આ અંગેની જાણકારી પોતાના ઉપરી અધિકારીઓને કરી હતી. જોકે, જિલ્લાના સીએમએચઓ આ પ્રકારની કોઈપણ ઘટનાની જાણકારી ન હોવાની વાત જણાવે છે. અલ્લી ગામમાં 10 લોકોને કોરોના પોઝિટિવ છે. સીએમએચઓના જણાવ્યા પ્રમાણે ક્વોરન્ટાઈન સેન્ટરમાં 57થી વધારે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. જેમાં 16 રિપોર્ટ કોરોના (coronavirus) પોઝિટિવ આવ્યા છે.

    આ પણ વાંચોઃ-લોકડાઉનમાં સુરત પોલીસ સાથે કામ કરવા માંગો છે? ખોટો મેસેજ વાયરલ કરનાર ત્રણ ભેજાબાજ ઝડપાયા

    અલ્લી ગામમાં બુધવારે ફરીથી મેડિકલની ટીમ તપાસ માટે પહોંચી હતી. ગામ લોકોએ સેમ્પલ આપ્યા વગર સ્વાસ્થ્ય વિભાગની ટીમને પરત મોકલી દીધી હતી. ગામ લોકોને મેડિકલ ટીમ પહોંચવાના સમાચાર મળ્યા ત્યારે લોકો ગામની બહાર ભેગા થયા હતા. ટીમના એકપણ સભ્યને ગામમાં પ્રવેસ ન કરવા દીધો.

    આ પણ વાંચોઃ-સુરતમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ! ટેન્કરથી પાણી લેવા લોકોની પડાપડી, સોશિયલ ડિસ્ટેન્સિંગના ધજાગરા

    મેડિકલ ટીમના પ્રમુખ ડોક્ટર સુરેશ યાદવના જણાવ્યા પ્રમાણે ગ્રામીણોને ગામમાં ઘૂસવા ન દીધા. અને અમારી ટીમને ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ અમારે સેમ્પલ વગર જ ત્યાંતી પરત ફરવું પડ્યું હતું. જિલ્લાના બધા વરિષ્ઠ અધિકારીઓને આ અંગે જાણકારી આપી દીધી છે. અમારે ગામમાં ઘરે-ઘરે જઈને સર્વે કરવાનો છે. આ સાથે જ પોઝિટિવ દર્દીઓના પરિવાર સાથે વાત પણ કરવાની છે.

    આ પણ વાંચોઃ-Good News! રાજકોટના કર્ફ્યૂગ્રસ્ત જંગલેશ્વર વિસ્તારમાં સગર્ભા મહિલાઓ માટે શરૂ થશે આ સેવા

    ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે ગામમાં 200 લોકોએ અમારી ટીમને ઘેરી વળ્યા હતા. પરંતુ કોઈ તપાસ માટે તૈયાર ન્હોતું. અને કહ્યું કે જો તપાસ કરી તો પરિણામ ભોગવવું પડશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Coronavirus, COVID-19, Madhya pradesh, ભોપાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन