Home /News /national-international /

વેક્સીનેશનનું એક વર્ષ : ICMR ના ડોક્ટર બલરામ ભાર્ગવે કહ્યું- 100થી વધારે દેશોમાં ભારતે વેક્સીન આપી

વેક્સીનેશનનું એક વર્ષ : ICMR ના ડોક્ટર બલરામ ભાર્ગવે કહ્યું- 100થી વધારે દેશોમાં ભારતે વેક્સીન આપી

સ્વાસ્થ્ય મંત્રાલયના મતે લગભગ 92 ટકા વયસ્ક વ્યક્તિને ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે. જ્યારે લગભગ 68 ટકાનું ટિકાકરણ પૂર્ણ થઇ ગયું છે

India Covid vaccination drive - કોવિડ-19 સામે દેશવ્યાપી ટિકાકરણ અભિયાને રવિવારે એક વર્ષ થયું, એક વર્ષ દરમિયાન વેક્સીનના લગભગ 156.76 કરોડ ડોઝ આપવામાં આવ્યા

    નવી દિલ્હી : આઈસીએમઆરના મહાનિર્દેશક ડોક્ટર બલરામ ભાર્ગવે (icmr dr balram bhargava)રવિવારે ભારતમાં કોરોના વાયરસ સામે ચાલી રહેલ વેક્સીનેશન ડ્રાઇવને દુનિયાની સૌથી મોટું ટિકાકરણ અભિયાન (India Covid vaccination drive)ગણાવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું કે આપણે 100થી વધારે રાષ્ટ્રોને વેક્સીન આપી છે. દેશમાં કોવિડ-19 વેક્સીનેશન અભિયાનને એક વર્ષ પુરુ (1 year of vaccine drive)થવા પર બલરામ ભાર્ગવે કહ્યું કે આ દુનિયાનું સૌથી મોટું ટિકાકરણ અભિયાન (Covid vaccination)છે. આપણે એક વર્ષમાં 156 કરોડથી વધારે વેક્સીનના ડોઝ આપ્યા છે અને વસુધૈવ કુટુંમ્બકમ પ્રમાણે 100થી વધારે દેશોને વેક્સીન ઉપલબ્ધ કરાવી છે.

    વેક્સીનેશન અભિયાનનું એક વર્ષ

    કોવિડ-19 સામે દેશવ્યાપી ટિકાકરણ અભિયાને રવિવારે એક વર્ષ પુરુ કર્યું છે. આ સાથે એક વર્ષ દરમિયાન વેક્સીનના લગભગ 156.76 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે લગભગ 92 ટકા વયસ્ક વ્યક્તિને ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે. જ્યારે લગભગ 68 ટકાનું ટિકાકરણ પૂર્ણ થઇ ગયું છે. ભારતમાં વેક્સીનેશન અભિયાન 16 જાન્યુઆરી 2021ના દિવસે શરૂ થયું હતું. સૌ પહેલા સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા હતા.

    15થી 18 આયુ વર્ગમાં વેક્સીનેશન 3 જાન્યુઆરી 2022થી શરૂ

    સરકારે 45 વર્ષથી ઉપરના બધા લોકો માટે વેક્સીનેશન 1 એપ્રિલથી શરૂ કર્યું હતું. આ પછી 1 મે થી 18 વર્ષથી ઉપરના બધા લોકો માટે વેક્સીનેશન શરૂ કર્યું હતું. 2022માં 3 જાન્યુઆરીએથી 15 થી 18 વર્ષની આયુ વર્ગના કિશોર-કિશોરીઓ માટે કોવિડ વેક્સીનેશન શરૂ કર્યું છે. જે હાલ ચાલી રહ્યું છે.

    આ પણ વાંચો - Goa Elections: કેજરીવાલે કરી જાહેરાત, ગોવામાં મફત વીજળી-પાણી અને અભ્યાસ, બેરોજગારોને 3000 રૂપિયા

    સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે વેક્સીનેશન માટે ઘણી ઓછી જનસંખ્યા વાળા ઘણા વિકસિત પશ્ચિમી દેશોની સરખામણીમાં ભારતનો વેક્સીનેશન કાર્યક્રમ સૌથી સફળ અને સૌથી મોટા વેક્સીનેશન કાર્યક્રમોમાંથી એક રહ્યો છે.

    24 કલાકમાં કોરોના વાયરસના 2,71,202 કેસ

    ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus new cases) 2,71,202 કેસ નોંધાયા છે. શનિવારે આ આંકડો 2,68, 833 હતો. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 15 લાખને વટાવી ગઈ છે, હાલમાં 15,50,377 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના (Omicron in India) કુલ 7,743 કેસ નોંધાયા છે.

    આ સાથે, જો આપણે પોઝિટિવિટી દર (Positivity rate) વિશે વાત કરીએ, તો શનિવારની તુલનામાં તેમાં થોડો ઘટાડો થયો છે. જ્યાં શનિવારે પોઝિટિવિટી દર 16.66 ટકા નોંધાયો હતો, તે રવિવારે ઘટીને 16.28 ટકા થયો હતો. સાપ્તાહિક પોઝિટિવિટી દર 13.69% છે. અત્યાર સુધીમાં 70.24 કરોડ કોરોના ટેસ્ટ (Corona test) કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 16,65,404 ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 314 મોત નોંધાયા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Covid 19 cases, Covid vaccination, ICMR

    આગામી સમાચાર