જીવતા તારને અડી જતાં એક સાથે સાત હાથીઓનાં મોત

News18 Gujarati
Updated: October 27, 2018, 2:25 PM IST
જીવતા તારને અડી જતાં એક સાથે સાત હાથીઓનાં મોત
પ્રતિકાત્મક તસવીર

હાથીનાં મૃતદેહો આ વીજલાઇનની બાજુમાં પડેલા મળ્યાં હતા. બેદરકારીથી પસાર કરવામાં આવેલી વીજ લાઇનોને કારણે સાત હાથીઓનો ભોગ લેવાયો હતો.

  • Share this:
દેશમાં વન્યપ્રાણીઓની માઠી બેઠી છે. ઓરિસ્સામાં ઇલેક્ટ્રિટ કરંટ લાગવાથી એક સાથે સાત હાથીઓનાં મોત થયાનાં સમાચાર આવ્યાં છે. આ ઘટના ઓરિસ્સાનાં ધેનકનલ જિલ્લામાં બની છે.

વન વિભાગનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, 11-કેવીની ઇલેક્ટ્રિક લાઇનના લાઇવ વાયરને અડી જતા ધેનકમલ જિલ્લાનાં કમલંગા ગામમાં સાત હાથીઓનાં મોત નિપજ્યાં હતાં.

હાથીનાં મૃતદેહો આ વીજલાઇનની બાજુમાં પડેલા મળ્યાં હતા. બેદરકારીથી પસાર કરવામાં આવેલી વીજ લાઇનોને કારણે સાત હાથીઓનો ભોગ લેવાયો હતો.

આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ જિતેન્દ્ર દાસે મીડિયાને જણાવ્યું કે, 13 હાથીઓનું એક ઝુંડ સરદાર ફોરેસ્ટ રેન્જમાંથી પસાર થઇ રહ્યું હતું. જેમાંથી સાત હાથીઓ લટકતા લાઇવ વીજ વાયરને અડી જતા મોતને ભેટ્યા હતાં.
સ્થાનિક વન વિભાગ અને લોકોએ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસીટી સપ્લાય ઓફ ઓડિસાને આ પ્રકારનાં વાયરોને કોટીંગ કરવા માટે અને તે વન્યપ્રાણીઓને નુકસાન ન કરે એવી રીતે ગોઠવવા માટે જાણ કરી છે.

સમગ્ર દેશમાં વીજ લાઇનો અને ખેડૂતો દ્વારા પાકનું સરંક્ષણ કરવા માટે ગેરકાયદે ઇલેક્ટ્રિક ફેન્સિંગ કરવાને કારણે અનેક વનપ્રાણીઓ મોતને ભેટે છે. આ સ્થિતિ ચિંતાજનક છે. રેલ્વેનાં પાટા પર પણ ટ્રેન સાથે અથડવવાના કારણે હાથીઓનાં મોત થતા રહે છે. વાઇલ્ડલાઇફ સરંક્ષણ સાથે જોડાયેલા લોકો વારંવાર આ મુદ્દે સ્થાનિક સરકારો અને કેન્દ્રની સરકારને લખ્યા કરે છે અને આ અંગે સુચારુ નિવેડો લાવવા માટે અપીલ કરે છે. 
First published: October 27, 2018, 2:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading