Home /News /national-international /

કોરોનાએ દુનિયાભરમાં કાળોકેર વર્તાવ્યો, ફક્ત 100 કલાકમાં નવા 10 લાખ પોઝિટિવ કેસ નોંધાયા

કોરોનાએ દુનિયાભરમાં કાળોકેર વર્તાવ્યો, ફક્ત 100 કલાકમાં નવા 10 લાખ પોઝિટિવ કેસ નોંધાયા

ફાઇલ તસવીર.

13 જુલાઇના કોરોનાના દર્દીઓ (Corona Positive)ની સંખ્યા 1 કરોડ અને 30 લાખ હતી, જે ચાર દિવસમાં વધીને 1 કરોડ અને 40 લાખ થઈ છે.

    વોશિંગટન : દુનિયામાં કોરોના વાયરસ (Coronavirus) છેલ્લા છ મહિનાથી કાળોકેર વર્તાવી રહ્યો છે. છેલ્લા 100 કલાકમાં કોરોનાના 10 લાખ નવા કેસ (One million Cases) સામે આવ્યા છે. શુક્રવારે આખી દુનિયામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો એક કરોડ અને 40 લાખને પાર થઈ ગયો હતો. રૉયટર્સના જણાવ્યા પ્રમાણે આવું પ્રથમ વખત થયું છે કે ફક્ત 100 કલાકમાં કોરોનાએ 10 લાખ લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.

    કોરોનાનો પ્રથમ કેસ ચીનમાં જાન્યુઆરી મહિનામાં સામે આવ્યો હતો, ત્યાં ત્રણ મહિનાની અંદર 10 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા હતા. 13 જુલાઇના કોરોનાના દર્દીઓની સંખ્યા 1 કરોડ અને 30 લાખ હતી. જે ચાર દિવસમાં વધીને 1 કરોડ અને 40 લાખ થઈ છે. ગત સાત મહિનામાં કોરોના સંક્રમિત થઈને મોતને ભેટનાર લોકોની સંખ્યા 5,90,000 સુધી પહોંચી છે. ભારતમાં કોરોના સંક્રમિત થનાર લોકોની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે. ભારતમાં ગત અઠવાડિયાથી દરરોજ 30 હજારથી વધારે નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે.

    અમેરિકામાં 24 કલાકમાં 77 હજાર નવા કેસ

    અમેરિકામાં 24 કલાકમાં કોવિડ 19ના 77 હજાર નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં કોરોના દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. કોરોનાના કેસમાં બ્રાઝિલની સ્થિતિ પણ ખરાબ છે.

    આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં દેશમાં 671 લોકોનાં મોત, કુલ 34,884 નવા કેસ નોંધાયા

    બ્રાઝિલમાં 20 લાખ લોકો સંક્રમિત

    દક્ષિણ અમેરિકામાં સૌથી ખરાબ સ્થિતિ બ્રાઝિલની છે. બ્રાઝિલમાં અત્યારસુધી 20 લાખથી વધારે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અહીં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 76 હજાર લોકોનાં મોત થયા છે. મે મહિનાથી અહીં દરરોજ એક હજારથી વધારે મોત થઈ રહ્યા છે. અમેરિકામાં છેલ્લા 23 કલાક દરમિયાન 969 લોકોનાં મોત થયા છે. અમેરિકામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 1,38,000 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં 35 લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.

    કોરોના વાયરસને કારણે ખરાબ હાલત છતાં અમેરિકામાં વ્હાઇટ હાઉસ લૉકડાઉન અને તમામ પ્રતિબંધ હટાવવાનું વકીલાત કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસની પ્રવક્તા કેલી મેક્નીનું કહેવું છે કે વિજ્ઞાન આપણા પક્ષમાં છે. આપણે નિયમોને અનુસરીને સ્કૂલોને ફરીથી ખોલી શકીએ છીએ. આનાથી આપણા બાળકોને વધારે નુકસાન થઈ રહ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Brazil, Coronavirus, COVID-19, અમેરિકા, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन