Home /News /national-international /

કાબુલમાં આત્મઘાતી હુમલામાં 31ના મોત, 50 ઘાયલ

કાબુલમાં આત્મઘાતી હુમલામાં 31ના મોત, 50 ઘાયલ

    અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મતદાતા તથા ઓળખપત્ર નોંધણીકરણ કેન્દ્રની બહાર ભેગા થયેલા લોકો વચ્ચે આત્મઘાતી હુમલો કરનારે વિસ્ફોટ કરીને પોતાને ઉડાવી દીધો. હુમલામાં 31 લોકોના મોત થઇ ગયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થઇ ગયા છે.

    આ હુમલાના કારણે 20 ઓક્ટોબરના રોજ થનારી ચૂંટણીમાં સુરક્ષા અંગેની ચિંતા વધારી દીધી છે. કાબુલ પોલીસના પ્રમુખ દાઉદ અમીને કહ્યું કે,'હુમલો પ્રવેશ દ્વાર પર થયો હતો. આ એક આત્મઘાતી હુમલો હતો. જ્યાં લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી.'

    અફઘાનિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે ઓછામાં ઓછી 31 જણ માર્યા ગયા હતાં અને 50 જણ ઇજાગ્રસ્ત બન્યાં છે. કેન્દ્ર પર લોકોના રાષ્ટ્રીય ઓળખ પત્રની નોંધણી પણ કરવામાં આવે છે. મતદાન કેન્દ્રનેમાં રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. શહેરના પશ્ચિમમાં શિયા આબાદીવાળા ક્ષેત્રમાં થયો છે. અફઘાનમાં ઘણાં સમયથી લંબાતા ચૂંટણી માટે 14 એપ્રિલથી નોંધણીકરણ કરવું શરૂ કર્યું હતું. ચૂંટણી અધિકારીઓએ માન્યું હતું કે સુરક્ષા ચૂંટણી દરમિયાન ચિંતાનો વિષય છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અફઘાનિસ્તાન, વિસ્ફોટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन