લ્યો! હવે સરકાર લોકો પાસેથી 2 ટકા ‘ગાય વેરો’ લેશે!

યોગી આદિત્યનાથ ગાયને ખવડાવે છે,

આ પછી ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો કે, રખડતી ગાયોની સારી સંભાળ રાખવાની વ્યવસ્થા કરવામાં આવે.

 • Share this:
  ગાયોનું કલ્યાણ થાય તે માટે ઉત્તર પ્રદેશ સરકાર નાગરિકો પાસેથી 2 ટકા ગાય વેરો લેશે. સરકારની કેબિનેટે આ વેરો લેવા માટેની મંજૂરી આપી દીધી છે.

  સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે, આ વેરામાંથી દરેક જિલ્લામાં, ગ્રામ પંચાયતોમાં અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ગૌશાળા બનાવવામાં આવશે. મનરેગા હેઠળ રૂપિયા 100 કરોડ સરકારે ફાળવ્યા છે.

  આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, દરેક જિલ્લામાં 1000 ગાયો રહી શકે તેટલી ક્ષમતાની ગૌશાળા બનાવવામાં આવશે. આ માટે સરકાર લોકો પાસેથી 2 ટકા “ગાય વેરો” ઉઘરાવશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે, રખડતી ગાયોનાં ત્રાસથી કંટાળી ખેડૂતો આ ગાયોને સરકારી બિલ્ડીંગોમાં બાંધી દીધી હતી. રખડતી ગાયો ખેડૂતોનાં પાકને નુકશાન કરતી હતી તેથી કંટાળીને તેમણે આ પગલુ ભર્યુ હતું.
  આ સ્થિતિ એટલી બધી વણસી ગઇ કે, ઘણા બધા ગામોમાં શાળાઓ બંધી કરી દેવી પડી. કેમ કે, તેમને એવો ડર હતો કે, લોકો ગાયો ત્યાં છોડી જશે.

  આ પછી ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો કે, રખડતી ગાયોની સારી સંભાળ રાખવાની વ્યવસ્થા કરવામાં આવે.

  ડિસેમ્બર (2018)માં ગાયની કતલ થઇ છે તે વાત ફેલાતા ટોળાએ એક પોલીસ ઇન્સ્પેક્ટરની હત્યા કરી નાંખી પણ યોગી સરકારે પોલીસમેન વિશે ચિંતા કરવાને બદલે ગાયની ચિંતા કરી હતી. સમગ્ર દેશમાં આ વાતની ખુબ ટિકા થઇ હતી.
  Published by:Vijaysinh Parmar
  First published: