રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) પ્રમુખ લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવનું આજે લગ્ન છે. પટણામાં થનારા આ લગ્નને કારણે રાજદના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે
તેજપ્રતાપ માટે તેમના કાર્યકરોમાં એવું પાગલપન છે કે તેઓ તેજને અલગ-અલગ ભૂમિકા અને અવતારોમાં જોવા ઈચ્છે છે. આ પ્રકારનો જ એક અવતાર આજે જોવા મળ્યો। પટણામાં લાલુ નિવાસસ્થાનની બહાર લગાવવામાં આવેલા એક મોટા બેનરમાં તેજપ્રતાપ અને તેની થનારી પત્ની ઐશ્વર્યા "શિવ-પાર્વતી"ના અવતારમાં દેખાયા
જે કોઈ વ્યક્તિ અહીંથી પસાર થઇ રહી છે, તેની નજર આ બેનર પરથી હટતી નથી ! લગભગ તમામ લોકો માટે આ બેનર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લાલુના પુત્ર તેજપ્રતાપ નું લગ્ન આજે સાંજે વેટરનરી કોલેજ મેદાનમાં યોજાશે। આ માટે રાજદ અને પક્ષના યુવા કાર્યકરો જોરશોરથી તૈયારી કરી રહ્યા છે
Published by:sanjay kachot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર