મુંબઈમાં લોકડાઉન દરમિયાન ઘરમાંથી બહાર નીકળ્યો નાનોભાઈ, મોટાભાઈએ કરી નાખી હત્યા

G
Updated: January 1, 1970, 5:30 AM IST
મુંબઈમાં લોકડાઉન દરમિયાન ઘરમાંથી બહાર નીકળ્યો નાનોભાઈ, મોટાભાઈએ કરી નાખી હત્યા
મૃતક પૂણેમાં એક ખાનગી ફર્મમાં કામ કરતો હતો. જે કોરોના વાયરસના કારણે ઘરે પરત ફર્યો હતો

મૃતક પૂણેમાં એક ખાનગી ફર્મમાં કામ કરતો હતો. જે કોરોના વાયરસના કારણે ઘરે પરત ફર્યો હતો

  • Share this:
મુંબઈ : કોવિડ-19 (covid 19)થી નિપટવા માટે અને તેને વધતો રોકવા માટે મોદી સરકારે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. દેશભરમાં લોકડાઉન દરમિયાન (India Lockdown) ઘરથી બહાર નિકળવાના મામલે મોટાભાઈએ નાના ભાઈની હત્યા કરી દીધી હતી. મુંબઈના પશ્ચિમી ઉપનગરીય કાંદિવલીમાં પોતાના નાના ભાઈની કથિત રીતે હત્યા કરવાના આરોપમાં 28 વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગુરુવારે આ જાણકારી આપી હતી. સમતા નગર સ્ટેશનના એક અધિકારીએ કહ્યું કે રાજેશ લક્ષ્મી ઠાકુરે બુઘવારે રાત્રે લોકડાઉન વિશે સતત ચેતવણી છતા ઘરની બહાર નિકળવાના કારણે પોતાના નાના ભાઈ દુર્ગેશની હત્યા કરી દીધી છે. તેમણે જણાવ્યું કે મૃતક પૂણેમાં એક ખાનગી ફર્મમાં કામ કરતો હતો. જે કોરોના વાયરસના કારણે ઘરે પરત ફર્યો હતો. આ પણ વાંચો - મોદી સરકારે ગરીબોને આપ્યું રાહત પેકેજ, રાહુલ ગાંધીએ ગણાવ્યું પ્રથમ યોગ્ય પગલું અધિકારીએ જણાવ્યું કે જ્યારે દુર્ગેશ બહાર ફરવા ગયા પછી ઘરે પાછો ફર્યો તો આરોપી અને તેની પત્નીએ તેના ઉપર નારાજગી વ્યક્ત કરી હતી અને પછી તેની સાથે જોરદાર રકઝક થઈ હતી. જેના કારણે આરોપીએ તેની ઉપર ધારદાર વસ્તુથી હુમલો કરી દીધો હતો. પીડિતને નજીકની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આરોપી સામે હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે વધારે બે લોકો કોરોના સંક્રમિત જાહેર થયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 124 કેસ થયા છે.
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर