Home /News /movies /

આજે થવાના હતા 'વિરૂષ્કા'ના લગ્ન , પણ આવ્યો તેમા એક ટ્વિસ્ટ

આજે થવાના હતા 'વિરૂષ્કા'ના લગ્ન , પણ આવ્યો તેમા એક ટ્વિસ્ટ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્નની ચર્ચા અત્યારે હોટ ટોપિક બની ગયો છે. સૂત્રો પ્રમાણે મળતી માહિતી પ્રમાણે આ જોડી 12 ડિસેમ્બરે એટલે કે આજે લગ્નમાં બંધાવવાની હતી પરંતુ આ લગ્નમાં એક નવો ટ્વિસ્ટ આવી ગયો છે.

અત્યારની જાણકારી પ્રમાણે વિરાટ-અનુષ્કા હવે 12 ડિસેમ્બરે નહીં પરંતુ 15 ડિસેમ્બરે લગ્ન કરશે અને આ તારીખ અનુષ્કાના આધ્યાત્મિક ગુરૂ અનંત બાબા પાટિલે નક્કી કરી છે.

કેટલાક સમય પહેલા વિરાટ અને અનુષ્કા ગુપચુપ હરિદ્વાર રહેતા બાબાના આશ્રમમાં પહોંચ્યા હતાં જ્યાં અનંતબબાબાના બંન્નેએ આશીર્વાદ લીધા હતાં. આશ્રમથી મળતા સૂત્રો પ્રામાણે બાબએ જ બંન્નેના લગ્નની તારીખ નક્કી કરી હતી. આ બાબતે ન્યૂઝ 18એ બાબના આશ્રમમાં સંપર્ક સાઘવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યાંના લોકો આ જાણકારી આપવાથી બચતા રહ્યાં. જો કે પૂછતાછ કરતાં જાણ થઈ કે બાબા વિરાટ અને અનુષ્કાના લગ્નમાં ઈટલી ગયા છે.જણાવી દઈએ કે સાત ડિસેમ્બરની સાંજે અનુષ્કાનો આખો પરિવાર ઘણાં બધા સામાન સાથે સ્વિટ્ઝરલેન્ડ નીકળ્યો હતો. એરપોર્ટ લેવાયેલ તસવીરોમાં પણ અનંત બાબા દેખાય છે. અનુષ્કાનો પરિવાર મહારાજના અનુયાયી છે અને તે ઘણાં વર્ષોથી એમની સાથે જોડાયેલ છે.
First published:

Tags: Anushka Sharma, Virushka wedding, વિરાટ કોહલી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन