દિલ્હીના રિસેપ્શનમાં વિરુષ્કાનો જોવા મળ્યો રોયલ અંદાજ, મોદીએ આપી હાજરી

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 22, 2017, 9:07 AM IST
દિલ્હીના રિસેપ્શનમાં વિરુષ્કાનો જોવા મળ્યો રોયલ અંદાજ, મોદીએ આપી હાજરી
વિરાટ અનુષ્કાએ 11 ડિસેમ્બરના રોજ ઈટાલીમાં લગ્ન કર્યા હતા

રિસેપ્શનમાં વિરાટ બ્લેક શેરવાની અને અનુષ્કા બનાસરી સાડીમાં નજરે પડી હતી. મોદી પણ યુગલને આશીર્વાદ આપવા માટે પહોંચી ગયા હતા.

  • Share this:
નવી દિલ્હીઃ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ગ્રાન્ડ લગ્નનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. ઇટાલીમાં લગ્ન કર્યા બાદ વિરુષ્કાએ 21 ડિસેમ્બરના રોજ રાત્રે દિલ્હીમાં રિસેપ્શન રાખ્યું હતું. તાજ ડિપ્લોમેટિક એન્કલેવના દરબાર હોલમાં આયોજીત પાર્ટી શરૂ થયા પહેલા વિરાટ અને અનુષ્કા મીડિયા સામે રજૂ થયા હતા. વિરુષ્કાના આ રિસેપ્શનમાં પીએમ મોદી પણ હાજર રહ્યા હતા.

રિસેપ્શનમાં વિરાટ બ્લેક શેરવાની અને અનુષ્કા બનાસરી સાડીમાં નજરે પડી હતી. મોદી પણ યુગલને આશીર્વાદ આપવા માટે પહોંચી ગયા હતા. એક દિવસ પહેલા જ વિરુષ્કા રિસેપ્શનમાં હાજર રહેવા માટે મોદીને નિમંત્રણ આપવા પહોંચ્યા હતા.

વિરાટ અને અનુષ્કાના લગ્નનું બીજું રિસેપ્શન 26 ડિસેમ્બરના રોજ મુંબઈમાં યોજાશે.

વિરાટ-અનુષ્કાના રિસેપ્શનમાં મોદી હાજર રહ્યા હતા


મુંબઈથી બોલાવાયા ખાસ ફોટોગ્રાફર્સ

સમાચારના જણાવ્યા પ્રમાણે આ રિસેપ્શનમાં ફોટોશૂટ માટે ખાસ મુંબઈથી ફોટોગ્રાફર્સને બોલાવવામાં આવ્યા હતા. આ કામ વેડિંગ સલાદ નામની એક કંપનીને સોંપવામાં આવ્યું છે. આ કંપની 2012માં શરૂ થઈ હતી. અત્યાર સુધી આ કંપની 75 શાહી લગ્નમાં ફોટોશૂટ કરી ચુકી છે. આ કંપનીની વેબસાઈટ પર મૂકવામાં આવેલી માહિતી પ્રમાણે તેમને ભારતના 10 ટોપ વેડિંગ ફોટોગ્રાફર્સમાં સામેલ કરવામાં આવે છે. હવે જોઈએ કે વિરાટ અને અનુષ્કાના રિસેપ્શનની કેવી તસવીરો સામે આવે છે.
વિરુષ્કાનું બીજું વેડિંગ રિસેપ્શન 26ડિસેમ્બરના રોજ મુંબઈમાં યોજાશે


 

First published: December 22, 2017, 8:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading