Home /News /movies /ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે વરૂણ ધવન!

ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે વરૂણ ધવન!

    વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બાદ હવે બોલીવુડમાં બીજા એક્ટર્સમાં લગ્નના કરવાના લાડુ ફુટી રહ્યાં છે. થોડા દિવસો પહેલા અનિલ કપૂરની લાડલી સોનમ કપૂરના લગ્નને લઈને ચર્ચા ચાલી હતી. ત્યારે હવે વરૂણ ધવને પોતાના લગ્નને લઈને નિવેદન આપ્યું છે. ફેશન ડિઝાઈનર નતાશા દલાલને ડેટ કરી રહેલા વરૂણનું કહેવું છે હું લગ્ન કરવા માગું છું પરંતુ મારા માતા-પિતા કેવું રિએક્ટ કરશે તે મને ખબર નથી. પંજાબી હોવાના કારણે તેઓ ઇચ્છે છે કે હું ટ્રેડિશનલ રીતિ રિવાઝો સાથે લગ્ન કરૂ.

    જણાવી દયે કે થોડા સમય પહેલા જ વરૂણ પોતાના મમ્મી પપ્પાથી અલગ એક એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયો છે. એટલે જ કદાચ એવું કહી શકાય કે તે પોતાની જીંદગીમાં આગળ વધવા માટેની પ્લાનિંગ કરી રહ્યો છે. આ વાત પર વરૂણનું કહેવું છે કે જિંદગીના આ સમયે હું એવું કરવું માગુ છુ જે દરેક લોકો કરવા માગે છે. પરંતુ હાલ તો મારો એજન્ડા કંઈક અલગ છે. મને અહીંયા સુધી પહોંચવામાં સમય લાગ્યો છે. આ એક મોટી અચીવમેન્ટ છે અને હું આ તમામ ક્ષણને એન્જોય કરવા માગુ છું.



    Smile 😀


    A post shared by Varun Dhawan (@varundvn) on







    First published:

    Tags: Varun dhawan

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો