Home /News /movies /

મુંબઈના રસ્તા પર 'adventure' સેલ્ફી માટે પોલીસની ફટકાર, વરૂણે માંગી માફી

મુંબઈના રસ્તા પર 'adventure' સેલ્ફી માટે પોલીસની ફટકાર, વરૂણે માંગી માફી

મુંબઈ પોલીસે ટવિટ કરીને વરૂણ ધવનને કહ્યું છે કે, આટલા જોખમ ભરેલા કામો ફિલ્મોમાં કામ કરતાં હશે

મુંબઈ પોલીસે ટવિટ કરીને વરૂણ ધવનને કહ્યું છે કે, આટલા જોખમ ભરેલા કામો ફિલ્મોમાં કામ કરતાં હશે

માયાનગરી મુંબઈના ટ્રાફિક જામમાં ફસાયેલા અભિનેતા વરૂણ ધવનને રસ્તા વચ્ચે કારમાં બેસીને પોતાની ફેન સાથે સેલ્ફી લેવી મોંઘી પડી ગઈ છે. વરૂણની સેલ્ફી લેતી તસવીરો સામે આવ્યાં પછી મુંબઈ પોલીસે તેમને દંડ ફટકાર્યો છે અને આજે તેમને મેમો મોકલવામાં આવ્યો છે. સાથએ  ચેતવણી આપવામાં આવી છે કે જો તેમણે ફરીથી આવી ભૂલ કરી તો તેમની સામે આનાથી પણ વધારે કડક સજા ફટકારવામાં આવશે.


મુંબઈ પોલીસે ટવિટ કરીને વરૂણ ધવનને કહ્યું છે કે, આટલા જોખમ ભરેલા કામો ફિલ્મોમાં કામ કરતાં હશે પરંતુ મુંબઈના રસ્તાઓ પર આ નહીં ચાલે. તમે પોતાની, પોતાના ફેનની અને કેટલાક અન્ય લોકોની જાન જોખમમાં મુકી છે. અમે તમારા જેવા જિમ્મેદાર મુંબઈકર અને યૂથ આઈકન પાસેથી વધારે સારા કામની આશા રાખીએ છીએ.

આ  માટે વરૂણ ધવને ટવિટ કરીને માફી પણ માંગી હતી અને કહ્યું હતું કે હવેથી હું ધ્યાન રાખીશ.
First published:

Tags: E Challan, Mumbai Police, Varun Dhavan

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन