અન્ય પોલીસ ડ્રામા કરતા કંઇક વિશેષ છે 'Article 15'માં આયુષમાન ખુરાનાનો પોલીસ અવતાર

News18 Gujarati
Updated: June 11, 2019, 7:39 PM IST
અન્ય પોલીસ ડ્રામા કરતા કંઇક વિશેષ છે 'Article 15'માં આયુષમાન ખુરાનાનો પોલીસ અવતાર
આર્ટિકલ 15 ફિલ્મમાં આયુષમાન ખુરાના પોલીસ અવતારમાં

  • Share this:
આર્ટિકલ 15 ફિલ્મનું ટ્રેલર જ્યારથી રિલીઝ થયું ત્યારથી દર્શકોમાં આ ફિલ્મમાં અભિનેતાનો ક્યારેય ન હોય તેવો પોલીસ અવતાર જોવાની ઇંતેજારી જોવા મળી રહી છે.

બોલીવૂડ ફિલ્મો પોલીસ ડ્રામાથી ભરપૂર હોય છે પણ આયુષમાન ખુરાનાનો Article 15માં પોલીસ અવતાર વાસ્તવિક પોલીસની નજદીકનો છે.

આ પહેલા સિમ્હા ફિલ્મમાં પણ કોમર્સિયલ પોલીસ ડ્રામાની સ્ટોરી હતી અને મનોરંજન માટે હતી પણ તે ફિલ્મે વાસ્તવિક્તાનો અનુભવ ન કરાવ્યો. પણ આ ફિલ્મમાં આયુષમાન ખુરાનાના પોલીસ અવતારમાં દર્શકો વાસ્તવિક પોલીસ સાથે જોડી શકશે.

સિમ્હા ફિલ્મમાં પોલીસ ડ્રામા હતો અને રેપ કેસની આસપાસ તેની સ્ટોરી હતી પણ આયુષમાન ખુરાનાની Article 15 ફિલ્મ વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપે છે અને એક જૂદા જ અંદાજમાં દર્શકોને જકડી રાખે છે.

આયુષમાન ખુરાનાનું જબરદસ્ત પર્ફોમન્સ અને વાસ્તવિક પોલીસનું નિરૂપણ આ દેશનાં લોકોની નાડને પારખે છે.

આયુષ્યમાન ખુરાના પરાક્રમી પોલીસનાં અંદાજનાં એક દમદાર અભિયનવાળી ફિલ્મ સાથે આવી રહ્યા છે. આર્ટિકલ 15 ફિલ્મ ઇન્વેસ્ટિગેટીવ ડ્રામા ફિલ્મ છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મનાં પોસ્ટરે દર્શકોની આતુરતા વધારી દીધી છે.વાસ્તવિક ઘટનાઓ પર બનેલા આ ઇન્વેસ્ટિગેટિવ ફિલ્મ દર્શકોની સંવેદનાને ઝંકૃત કરશે. લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિલની દસમી આવૃતિમાં ‘આર્ટિકલ 15’નું વર્લ્ડ પ્રિમિયર યોજાશે. ફેસ્ટિલનાં ઓપરનીંગની રાત્રે જ આ ફિલ્મ દર્શાવવામાં આવશે. દમદાર પોલીસમેનનાં રોલમાં આયુષમાન ખુરાના ફિલ્મી પડદે અભિનયનાં અજવાળા પાથરશે.

આ ફિલ્મમાં ઇશા તલવર, એમ. નસર, મનોજ પાહવા, સાયાની ગુપ્તા, કુમુદ મિશ્રા અને મોહમંદ ઝીશાન અય્યુબ વગેરેએ અભિયનનાં ઓજસ પાથર્યા છે. દર્શકોએ તેમને ખુબ વખાણેલા છે.

આ ફિલ્મ અનુભવ સિન્હાનાં બેનારસ મીડિયાવર્ક્સ અને ઝી સ્ટૂડિયોઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. આ ફિલ્મથી દર્શકોને એક નવો સામાજિક પરિપ્રેક્ષ મળશે.
First published: June 11, 2019, 7:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading