આ વર્ષે મોટી ફ્લોપ ફિલ્મ ટ્યૂબલાઈટથી દર્શકોને નિરાશ કરનાર સલમાન ખાને તેની ફિલ્મ 'ટાઈગર ઝિંદા હે' થી દર્શકોનું દિલ જીતી લીધું છે. ફ્લોપ ફિલ્મ પછી સલમાનના ફેન્સ માટે ટાઈગર ઝિંદા હે બેસ્ટ ક્રિસમસ ગિફ્ચ છે. બોક્સ ઓફિસ પર ફિલ્મનું કલેક્શનની શરૂવાત ઘણી સારી થઈ છે.
5 વર્ષ પછી પણ ટાઈગરનો ક્રેઝ દર્શકોના દિલમાંથી ઓછો થયો નથી. આ જ કારણ છે કે ટાઈગરની સીક્વલ ફિલ્મ ટાઈગર ઝિંદા હે એ પહેલાજ દિવસે સારી ઓપનીંગ કરી છે. ટ્રેડ એકેસપર્ટ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મના ઓપનીંગ ડે પર 40 કરોડની કમાણી કરી લેશે. સૂત્રોનું માનીએ તો ફિલ્મના પહેલા દિવસે 32.93 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ ફિલ્મની ઓપનીંગ કલેક્શને ફિલ્મને વર્ષની સૌથી મોટી ઓપનર બોલિવૂડ ફિલ્મ બનાવી દીધી છે. આ ફિલ્મનું ઓપનીંગ કલેક્શન સાથે એક જોરદાર વાત જોડાયેલી છે કે એક થા ટાઈગરની ઓપનિંગ ડે કલેક્શન પણ 33 કરોડ હતું અને 5 વર્ષ પછી પણ ફિલ્મની સિક્વલે પણ 33 કરોડ રૂપિયા જ નોંધાયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર