Home /News /movies /વિવાદ વચ્ચે પણ સલમાનની ટાઈગરે મારી બાજી, 11 દિવસમાં રૂ.400 કરોડની કમાણી!

વિવાદ વચ્ચે પણ સલમાનની ટાઈગરે મારી બાજી, 11 દિવસમાં રૂ.400 કરોડની કમાણી!

    સલમાન અને કેટરીનાની ફિલ્મ 'ટાઈગર ઝિંદા હૈ' બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. ભારે વિવાદ વચ્ચે પણ સલમાનની ફિલ્મે આખરે બાજી મારી લીધી છે. માત્ર 11 દિવસમાં 400 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. મહત્વનું છે કે ભારતમાં 300 કરોડથી વધુની કમાણી કરી છે. જ્યારે વિદેશમાં આ ફિલ્મએ 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

    5 વર્ષ પછી પણ ટાઈગરનો ક્રેઝ દર્શકોના દિલમાંથી ઓછો થયો નથી. આ જ કારણ છે કે ટાઈગરની સીક્વલ ફિલ્મ ટાઈગર ઝિંદા હે એ અત્યાર સુધીમાં 400 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

    ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જોહરે પોતાના ટ્વિટર હેંડલથી આંકડા જાહેર કર્યા હતા. અને જણાવ્યું હતું કે ફિલ્મએ 10 દિવસની અંદર 400 કરોડની કમાણી કરી લીધી છે.





    આ ફિલ્મની ઓપનીંગ કલેક્શને ફિલ્મને વર્ષની સૌથી મોટી ઓપનર બોલિવૂડ ફિલ્મ બનાવી દીધી છે. આ ફિલ્મનું ઓપનીંગ કલેક્શન સાથે એક જોરદાર વાત જોડાયેલી છે કે એક થા ટાઈગરની ઓપનિંગ ડે કલેક્શન પણ 33 કરોડથી વધુ હતું અને 5 વર્ષ પછી પણ ફિલ્મની સિક્વલે પણ 33 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે.
    First published: