2018નું સ્વાગત ખુબ જ ધામધુમથી કરવામાં આવ્યું. લોકોએ પાર્ટી કરી તો કેટલાક લોકોએ પરિવાર અને મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો. કંઈક અલગ અંદાજમાં બોલીવુડ કપલ સેફ અલી ખાન અને કરીના કપૂરે પણ નવા વર્ષનું વેલકમ કર્યુ. સેફ અને કરીનાએ પુત્ર તૈમૂર અલી ખાન સાથે ખુબ જ મસ્તી કરી અને ન્યૂ યરની પાર્ટી કરી.
ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી આ તસ્વીરમાં તૈમૂર હંમેશા જેમ ખૂબ જ ક્યૂટ સ્ટાઈલમાં જોવા મળ્યો. રેડ કલરનો બેબી ડ્રેસ અને સોક્સ પહેરીને તૈમૂર સ્માઈલ કરતો જોવા મળ્યો. જોવામાં આવે તો વર્ષ 2018ની તૈમૂરની આ પહેલી તસ્વીર છે. જેને ઇન્ટનેટ પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.
તમને જણાવી દયે કે નવા વર્ષનો જશ્ન મનાવવા માટે સેફ, કરીના અને તૈમૂર સ્વિટ્ઝરલેન્ડ ગયા છે. જ્યાંથી તેમનો એક ફોટો પણ જોવા મળ્યો. જેમાં તે સ્વિટ્ઝરલેન્ડના બર્ફીલા વાતાવરણમાં એન્જોય કરતા જોવા મળ્યાં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર