થોડા સમય પહેલા સની લિયોન ચર્ચામાં હતી. સોશિયલ મીડિયા પર જીનત અમાન, રેખા અને મધુબાલાને પોતાના આદર્શ જણાવવાને લઈને ચર્ચામાં હતી. હવે ચર્ચામાં છે કે તેને પોતાના ચાહકોને ચેલેન્જ આપી છે. સનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો ચેલેન્જ પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે આ ચેલેન્જને જે પુરી કરશે તેને સની લિયોની સાથે વીડિયો કોલ કરવાનો અવસર મળશે. અને એક મોબાઈલ ફોન મળશે.
સનીએ ખુદ્દે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે પોતોના ચાહકોને એક વીડિયો બનાવવાનું કહી રહી છે. ચેલેન્જ એ છે કે કેવી રીતે તમે વીડિયોના માધ્મયથી તમારા પ્રેમનો એકરાર કરી શકો છો.
આ માટે તેમના ચાહકોને હાઈપસ્ટાર એપના માધ્મયથી વીડિયો બનાવવાનો રહેશે અને આ વીડિયો ટ્વિટર પર #SunnyLeoneChallenge સાથે અપલોડ કરવાનો રહેશે. ત્યાર બાદ સની લિયોન વિજેતા ઉમેદવાર સાથે વીડિયો કોલ કરશે. વિજેતાઓને મોબાઈલ ફોન પણ ગીફ્ટ આપવામાં આવશે.
પોસ્ટ કરેલા વીડિયોમાં સની એક પંજાબી ગીત પર ડાંસ કરી રહી છે. અને સાથે જ તેમના કેટલાક મિત્રો વચ્ચે-વચ્ચે આવીને ડાંસ પણ કરે છે. હાલમાં જ સની લિયોની 'તેરા ઈંતઝાર' ફિલ્મમાં અરબાઝ ખાન સાથે જોવા મળી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર