જે ભગવાને શ્રીદેવીને છીનવી તેમનાથી નફરત છે: રામ ગોપાલ વર્મા

News18 Gujarati
Updated: February 25, 2018, 7:11 PM IST
જે ભગવાને શ્રીદેવીને છીનવી તેમનાથી નફરત છે: રામ ગોપાલ વર્મા

  • Share this:
એક્ટ્રેસ શ્રીદેવીના નિધનથી રામ ગોપાલ વર્મા ખુબ જ દુખી છે. તેમને સોશિયલ મીડિયા પર એક પછી એક ઘણી બધી ટ્વિટ કરતાં ભગવાન પર ગુસ્સો નિકાળ્યો અને પોતાનો શોક વ્યક્ત કર્યો. પોતાના ટ્વિટમાં રામૂએ કહ્યું કે, બાલાજીએ તેમના સાથે આવું કેમ કર્યું? તેમને પ્રશ્ન કર્યો કે, બાલાજીએ શ્રીદેવીને બોલાવીને તેમને એકલા છોડી દીધા?પોતાની બીજી ટ્વિટમાં રામૂ કહ્યું કે, લાગે છે કે, ભગવાન ખુબ જ અભિમાની છે. વો સુપર હ્યુમનને ઉપર બોલાવી રહ્યો છે. પહેલા તેમને બ્રૂસ લીને બોલાવ્યા અને હવે શ્રીદેવીને.
Loading...
શ્રીદેવીના અદાઓના દિવાના છે રામૂ

રામ ગોપાલ વર્માએ શ્રીદેવીના સાથે પોતાના એક સોંગની લિંકને શેર કરતાં કહ્યું કે, તે તેમના કરિયરનો શોટ કરેલો સૌથી બેસ્ટ સોંગ છે. તે દરેક સ્ટેપમાં જીવ નાંખી દે છે. તેમના ચહેરાના ભાવમાં જ બધી જ કોરિયોગ્રાફી નજરે આવે છે.ત્યાર બાદ રામૂ અત્યંત દુખી થઈ ગયા, તેમને કહ્યું, "શ્રીદેવીને લઈને હવે આ મારૂ અંતિમ ટ્વિટ છે. ત્યાર બાદ હું વિચારીશ કે, તે જીવીત છે અને સુરક્ષિત છે. શ્રીદેવી મે તને આટલી હસાવી તો પણ તમે મને કેમ રડાવી રહ્યાં છો. હું તમારી સાથે ક્યારેય વાત કરીશ નહી. હંમેશા માટે કટ્ટી."First published: February 25, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...