ગાયક અર્જિત સિંહને મળી ગેંગસ્ટર રવિ પૂજારી દ્વારા ધમકી

બોલીવુડના જાણીતા ગાયક અર્જિત સિંહને ગેંગસ્ટર રવિ પુજારી દ્વારા ધમકી મળી છે. ધમકીમાં ગેંગસ્ટર રવિ પુજારીએ રૂપિયા 5 કરોડની ખંડણીની માંગ કરી છે.

બોલીવુડના જાણીતા ગાયક અર્જિત સિંહને ગેંગસ્ટર રવિ પુજારી દ્વારા ધમકી મળી છે. ધમકીમાં ગેંગસ્ટર રવિ પુજારીએ રૂપિયા 5 કરોડની ખંડણીની માંગ કરી છે.

  • IBN7
  • Last Updated :
  • Share this:
મુંબઇઃ બોલીવુડના જાણીતા ગાયક અર્જિત સિંહને ગેંગસ્ટર રવિ પુજારી દ્વારા ધમકી મળી છે. ધમકીમાં ગેંગસ્ટર રવિ પુજારીએ રૂપિયા 5 કરોડની ખંડણીની માંગ કરી છે. ધમકી ભર્યો કોલ અર્જિતના મેનેજરને કરવામાં આવ્યો હતો. તો આ અંગે અર્જિતે જણાવ્યું છે કે, જો આટલા પૈસાના હોયતો રવિએ તેના માટે ફ્રીમાં સ્ટેજ શો કરવાની વાત કરી હતી. આ અંગે અર્જિતે મુંબઇના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે. જો કે અર્જિતે આ અંગે કોઇ FIR નોંધાવી નથી અને ના તો પોલીસ તરફથી રક્ષણ માટે માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, રવિ પુજારી અગાઉ બોલીવુડના ઘણા મોટા એક્ટર્સને ધમકાવી ચૂક્યો છે, જેમાં અક્ષય કુમાર, શાહરૂખ ખાન, સોનૂ નિગમ જેવા જાણીતા ચહેરાઓ શામેલ છે.
First published: