Home /News /movies /પદ્માવતી વિવાદ: સેંસર બોર્ડની કમિટિએ ફિલ્મને કરી રિજેક્ટ

પદ્માવતી વિવાદ: સેંસર બોર્ડની કમિટિએ ફિલ્મને કરી રિજેક્ટ

    સેંસર બોર્ડેએ બનાવેલી કમિટિએ ફિલ્મ પદ્માવતીને નકારી છે. ફિલ્મ પદ્માવતીની રિલીઝને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સેંસર બોર્ડે એક કમિટિ બનાવી હતી. જેમાં રાજપૂત સમાજ અને રાજસ્થાનના રાજઘરોના લોકો હતો. આ કમિટિએ ફિલ્મ પદ્માવતીને જોઈને રિજેક્ટ કરી દિધી છે.

    CBFCએ ફિલ્મને સર્ટિફિકેશન આપતા પહેલા એક એક્સપર્ટ પેનલને આ ફિલ્મ બતાવવામાં આવી હતી. સુત્રો અનુસાર એક્સપર્ટ પેનલએ પદ્માવતી ફિલ્મમાં ઘણી વસ્તુઓને લઈને વિરોધ કર્યો છે. ઉલ્લેખનિય છે કે ફિલ્મ 18 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. પરંતુ ભારે વિરોધ વચ્ચે આ ફિલ્મ રિલીઝ થઈ શકી ન હતી.



    તો આ ફિલ્મ રિલીઝ થશે તો પણ ફિલ્મમાંથી 26 સિન કટ કરવામાં આવશે.

    દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂરની આ ફિલ્મ શૂટિંગ સમયથી જ વિવાદમાં ચાલી રહી છે. ગયા વર્ષે આ ફિલ્મના સેટ પર નિર્દેશક સંજય લીલી ભંસાલી સાથે પણ મારપીટ થઈ હતી.
    First published:

    Tags: Censor Board, Committee, Deepika Padukone, Karni sena, Padmavati

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો