Home /News /movies /

શાહિદની પત્નીને પૂછવામાં આવી ફેવરિટ બેડ પોઝિશન તો શરમાઈ ગયો શાહિદ

શાહિદની પત્નીને પૂછવામાં આવી ફેવરિટ બેડ પોઝિશન તો શરમાઈ ગયો શાહિદ

    શાહિદની પત્ની મીરા રાજપૂતનું કોઈ જ બોલિવૂડ બેકગ્રાઉન્ડ નથી. મીરા રાજપૂત શાહિદ કપૂર કરતાં પણ નાની છે. આ કપલ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમણે શેર કરેલી તસવીરોથી જ આ વાતનો અંદાજો લગાવી શકાય છે. તાજેતરમાં જ શાહિદ અને મીરા નેહા ધૂપિયાના ચેટ શો પર પહોંચ્યા હતાં. જ્યાં તેમણે લવલાઈફ અને પર્સનલ વાતો શેર કરી હતી.

    આ ઉપરાંત મીરા અને શાહિદ એક ચેટ શોમાં આવ્યાં હતાં. જ્યાં તેમણે પોતાની પર્સનલ લાઈફ તેમજ લવલાઇફ શેર કરી હતી. તાજેતરમાં જ નેહા ધૂપિયાના શો માં જોવા મળ્યાં હતાં. જ્યાં તેમનો મસ્તીભર્યો અંદાજ જોવા મળ્યો હતો.

    નેહાએ શાહિદ અને મીરાને અનેક મજેદાર સવાલ કર્યા હતાં અને દરેકે ખૂબ મસ્તી પણ કરી હતી. શોના ‘સ્કેરી સ્પાઈસ’ સેગ્મેન્ટમાં નેહાએ મીરાને બેડ પર ફેવરિટ પોઝિશન વિશે પૂછાયું હતું. જોકે, આ સવાલથી મીરા તો નહીં પરંતુ શાહિદ શરમાઈ ગયો હતો.




    શાહિદ ઇચ્છતો નહતો કે મીરા આ પ્રશ્નનો જવાબ આપે પરંતુ મીરાએ જણાવ્યું હતું કે શાહિદ કંટ્રોલ કરે છે. તે હંમેશા મને જણાવે છે કે શું કરવું છે અને શું નહીં. ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ કરણ જોહરના શોમાં આ સ્વીટ કપલ જોવા મળ્યું હતું.

    કરણ જોહરના શોમાં પણ જ્યારે શાહિદ અને મીરા આવ્યાં હતાં ત્યારે શાહિદે જણાવ્યું હતું કે મીરા નેચરલ કિસર છે. તેણે એ પણ જણાવ્યું કે ભલે ગમે તેટલા લોકો હોય છતાં તેઓ પ્રેમથી જ રહે છે. એકબીજાથી પોતાનો હાથ છોડાવી  શકતાં નથી. શાહિદ જેટલો લાઈમલાઈટમાં રહે છે મીરા એટલી જ ઓછી લાઈમલાઇટમાં આવવાનું પસંદ કરે છે. જોકે, હવે તેઓ અનેક ઇવેન્ટ્સમાં સાથે જોવા મળે છે. લેક્મે ફેશન વીકમાં પણ બન્નેએ સાથે રેમ્પવોક કર્યું હતું.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Neha dhupia, Shahid Kapoor

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन