ફિલ્મી દુનિયામાં પ્રિયંકા ચોપડાની પ્રેરણા છે શબાના આઝમી

મુંબઇ#બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનું કહેવું છે કે, શબાના આઝમી આ ફિલ્મી દુનિયામાં તેમની પ્રેરણા છે. આજે શબાના આઝમીનો જન્મ દિવસ છે અને તેઓ 65 વર્ષના થયા છે. પ્રિયંકાએ ટ્વીટ કરતા લખ્યું છે કે, શબાના આઝમીને જન્મ દિવસની શુભેચ્છાઓ. તમે હંમેશાથી મારી ફેવરેટ છો..હંમેશા તમને જોયા છે. તમને મારા તરફથી ખૂબ પ્રેમ.

  • News18
  • Last Updated :
  • Share this:
મુંબઇ#બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનું કહેવું છે કે, શબાના આઝમી આ ફિલ્મી દુનિયામાં તેમની પ્રેરણા છે. આજે શબાના આઝમીનો જન્મ દિવસ છે અને તેઓ 65 વર્ષના થયા છે. પ્રિયંકાએ ટ્વીટ કરતા લખ્યું છે કે, શબાના આઝમીને જન્મ દિવસની શુભેચ્છાઓ. તમે હંમેશાથી મારી ફેવરેટ છો..હંમેશા તમને જોયા છે. તમને મારા તરફથી ખૂબ પ્રેમ.

હાલમાં પ્રિયંકા અમેરિકામાં છે. જાણીતા ગીતકાર જાવેદ અખતરની પત્ની શબાનાએ વર્ષ 1974માં શ્યામ બેનેગલના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'અંકુર' થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી અને ખૂબજ થોડા સમયમાં તેઓ સમાંતર સિનેમાની મુખ્ય અભિનેત્રીઓ માંની એક બની ગઇ હતી.

ફિલ્મોમાં વૈવિધ્યકરણ ભૂમિકાઓથી દરેક આયુ વર્ગની પ્રશંસાઓ મેળવનાર શબાના આઝમી પાંચ વાર સર્વશ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ઘણા આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

અભિનેત્રી-નિર્દેશક દિયા હૈપ્પીએ શબાનાને શુભેચ્છા આપતા ટ્વીટર પર લખ્યું છે કે, 'જન્મ દિનની શુભેચ્છા, શબાના આઝમી. તમે કમાલના છો અને તમારી માનવતા મને પ્રેરિત કરે છે.' હુમા કુરેશીએ પણ ટ્વીટ કરીને શબાના આઝમીને જન્મ દિવસનીશુભેચ્છા પાઠવી.

જન્મ દિવસની શુભેચ્છાઓને લઇને શબાના આઝમી ખુશ છે અને તેઓએ કહ્યું કે, જન્મ દિવસમાં મળેલા પ્રેમ અને સ્નેહથી આનંદ અનુભવે છે. આપ સૌનો આભાર, તમે બધા મારી શક્તિ છો.

ચાર દાયકાથી વધુ પોતાના કેરિયરમાં શબાનાએ 120 થી વધુ હિન્દી અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેઓ આવતા મહિને પ્રદર્શિત થનારી ફિલ્મ 'જસ્બા' માં એશ્વર્ય રાય બચ્ચનની સાથે જોવા મળશે.
First published: