આ દ્રશ્ય જોઇને 'તારક મહેતા કા ઉલટા ચશ્માં ' પર પ્રતિબંધની થઇ માંગ

VINOD LEUVA | News18 Gujarati
Updated: September 18, 2017, 1:56 PM IST
આ દ્રશ્ય જોઇને 'તારક મહેતા કા ઉલટા ચશ્માં ' પર પ્રતિબંધની થઇ માંગ
નવ વર્ષથી ચાલતી સોની સબ ચેનલની લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. આ શો પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે, શિરોમણી ગુરુદ્ધારા પ્રબંધક કમિટિએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પર વારંવાર ઇશ્વરની નિંદા કરવાનો આરોપ લગાવતા તેના પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: September 18, 2017, 1:56 PM IST
મુંબઈઃ નવ વર્ષથી ચાલતી સોની સબ ચેનલની લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. આ શો પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે, શિરોમણી ગુરુદ્ધારા પ્રબંધક કમિટિએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પર વારંવાર ઇશ્વરની નિંદા કરવાનો આરોપ લગાવતા તેના પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી.

tarak_mehta

હાલમાં જ પ્રસારિત થયેલા એક એપિસોડમાં ગણપતિ પૂજા દરમિયાન શોના એક એકટરે શીખોના દસમા ગુરુ ગોવિંદ સિંહની ભૂમિકા ભજવી હતી

જો કે આ દ્રશ્ય જોઇને શીખ સમુદાયમાં રોષ ભભૂકી ઊઠયો છે. તેમના ધર્મગુરુનું ટેલિવિઝન ચેનલના શોમાં જીવિત ચિત્રણ સમુદાયને પસંદ ન પડતા એસજીપીસી પ્રમુખ કૃપાલ સિંહ બાદુંગરે ફરિયાદ નોંધાવી છે. તેમના મતે કોઇપણ અભિનેતા અથવા વ્યકિત પોતાની સરખામણી તેમના ધર્મગુરુ સાથે ન કરી શકે. આમ કરવુ શીખ સમુદાયના સિધ્ધાંતોની વિરુદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સોની ટીવીના શો ‘પહરેદાર પિયા કી’માં બાળલગ્નને પ્રોત્સાહન આપતી હોવાને કારણે તેને બેન કરવાની માંગ ઉઠી હતી અને બાદમાં આ શોને બંધ કરી દેવામાં આવ્યો હતો.
First published: September 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर