"ટાઇગર ઝિંદા હૈ”: સલમાન-કેટરીના, 5700 સ્ક્રિન્સ અને વિવાદો

'બાહુબલી" ફિલ્મના ટ્રેલરના રેકોર્ડ તોડ્યા બાદ "ટાઇગર જિંદા હૈ" માટે સલમાનના ચાહકો આ ફિલ્મને લઈને ભારે ઉત્સુક છે

sanjay kachot | News18 Gujarati
Updated: December 22, 2017, 12:34 PM IST
ટાઇગર ઝિંદા હૈ ફિલ્મમાં સલમાન ખાન
sanjay kachot | News18 Gujarati
Updated: December 22, 2017, 12:34 PM IST
અમદાવાદ : આજે શુક્રવાર. સલમાનખાનના ચાહકો માટે તહેવારનો દિવસ. "ફોર્બ્સ-100" ના સહુથી વધુ કમાણી કરતા સ્ટાર્સની યાદીમાં તો સલમાને બાજી મારી જ  લીધી છે. પરંતુ 2012માં આવેલી 'એક થા ટાઇગર" ફિલ્મના બીજા એપિસોડ જેવી "ટાઇગર ઝિંદા હૈ" દર્શકોને કેટલીક પસંદ પડેશે તે આ સપ્તાહમાં બોક્સ ઓફિસ રેકોર્ડ પરથી ખબર પડી જ જશે. અલી અબ્બાસ ઝફર દિગ્દર્શિત 2012ની "એક થા ટાઇગર" ફિલ્મના બીજા એપિસોડ જેવી 2017ની ફિલ્મ "ટાઇગર ઝિંદા હૈ" ઇન્ટેલિજન્સ ઓફિસર્સ ના કારનામાઓ દર્શાવતી ફિલ્મ છે. આ ફિલ્મ્સના કેટલાક પોસ્ટર્સ સિલવેસ્ટર સ્ટેલોનની ફિલ્મ "રેમ્બો' ની તમને યાદ અપાવશે. 'બાહુબલી" ફિલ્મના ટ્રેલરના રેકોર્ડ તોડ્યા બાદ "ટાઇગર જિંદા હૈ" માટે સલમાનના ચાહકો આ ફિલ્મને લઈને ભારે ઉત્સુક છે.

વર્ષ-2014માં ઇરાકમાં આઈએસઆઈએસ દ્વારા બંધક બનાવવામાં આવેલી 46 નર્સીસને છોડાવવાની સત્યઘટની પૃષ્ઠભૂમિકા પર રચાયેલી આ ફિલ્મમાં પાકિસ્તાની જાસુસની ભુમિકના રોલ માં કેટરિના કૈફ જયારે હિન્દુસ્તાની જાસુસની ભૂમિકા સલમાન ભજવે છે. આ ફિલ્મ ઓસ્ટ્રિયા, ગ્રીસ, મોરોક્કો, અબુ ધાબી અને ભારતના વિવિધ સ્થળોએ ફિલ્માવવામાં આવી છે.

સલમાન હોય એટલે વિવાદનું હોવું સ્વાભાવિક છે. બે-ત્રણ દિવસ પૂર્વે 'મહારાષ્ટ્ર નવનિર્માણ ચિત્રપટ સેના' એ આ ફિલ્મના જ બધા શૉ બુક કરવાને બદલે બે સ્લોટ મરાઠી ફિલ્મોના આપવાના મામલે વિવાદ સર્જ્યો હતો. આ ઘટનાના સમર્થનમાં કોંગ્રેસ અને શિવસેના પણ જોડાઈ હતી. સલમાનના હાલના કેટલાક વિવાદી બાયનોના કારણે પણ તેનો કેટલાક સ્થળે કેટલાક સમાજ દ્વારા વિરોધ થઇ રહ્યો છે.

જોકે સલમાનના ફેન્સને આ બાબતોની કંઈ વધુ અસર થાય એવું લાગતું નથી. હંમેશાની જેમ સલમાનની ફિલ્મ રિલીઝ થવાનો સમય પણ મજેદાર હોય છે. આ વખતે ક્રિસ્ટ્મસ, ફોર્બ્સ-100 ની યાદી, કેટરિના કૈફ સાથેની જોડી અને લગભગ 4600 ભારતના તેમજ 1100 ઓવરસીસ-એમ માંડીને કુલ 5700 સ્ક્રિન્સ પર વિશ્વભરમાં રજુ થયેલી આ ફિલ્મ ફરી એક વખત કમાણીના નવા રેકોર્ડ્સ સર્જે તો નવાઈ નહિ !
First published: December 22, 2017
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...