Home /News /movies /

'ટાઈગર ઝિંદા હૈ' બાદ હવે બીજી હિટ ફિલ્મની તૈયારીમાં સલમાન!

'ટાઈગર ઝિંદા હૈ' બાદ હવે બીજી હિટ ફિલ્મની તૈયારીમાં સલમાન!

સલમાન ખાને રવિવારે પોતાની આગામી એકશન થ્રિલર ફિલ્મ 'રેસ 3'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મના પ્રવક્તાએ જણાવ્યું કે, '' ક્રિસમસના વીકેન્ડમાં સલમાન 6 દિવસના લાંબા પ્રોગ્રામ માટે શૂટિંગ કરશે. એક એકશન સિનને મુંબઈમાં જ ફિલ્માવવામાં આવશે. જેમાં સલમાન દમદાર એક્શન કરતો જોવા મળશે"

મુંબઈના ફિલ્મ સિટીમાં સલમાન ખાન 24 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી શૂટિંગ કરશે. આ ફિલ્મના નિર્માતા રમેશ તોરાની અને નિર્દેશક રેમો ડિસૂઝા છે. આ 'રેસ' ફ્રેંચાઈઝીની આગમી ફિલ્મ છે. જેમાં એક્ટ્રેસ જૈકલીન ફર્નાડિસ સલમાન ખાન સાથે જોવા મળશે. તો વળી અનિલ કપૂર પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. 'રેસ 3' 2018માં ઈદના તહેવાર પર રિલીઝ થશે.

જો કે હાલ તો ફિલ્મ ટાઈગર ઝિંદા હૈ બોક્સ ઓફિસ પર છવાય ગઈ છે. આ ફિલ્મએ અત્યાર સુધીમાં 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મમાં તેમની સાથે લિડ રોલમાં કૈટરીના કેફ છે. આ ફિલ્મ વર્ષ 2012માં આવેલી એક થા ટાઈગરની સીક્વલ છે.
First published:

Tags: Katrina kaif, સલમાન ખાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन