Home /News /movies /સલમાનના 50મા જન્મ દિવસે 4500કિલોની કેક કાપી સુરતીઓ ડીજેના તાલે ઝૂમ્યા

સલમાનના 50મા જન્મ દિવસે 4500કિલોની કેક કાપી સુરતીઓ ડીજેના તાલે ઝૂમ્યા

સુરતઃ સુપરસ્ટાર સલમાનખાનનો આજે 50મો જન્મદિન છે.જન્મદિન નિમિત્તે સુરતીલાલાઓમાં ભારે ઉત્સાહ છે. સલમાનના 25000 જેટલા ફેન હાજર રહીને 4500 કિલોની કેક કાપી હતી. અને ઉત્સાહમાં ડીજેના તાલે ઝુમ્યા હતા.

સુરતઃ સુપરસ્ટાર સલમાનખાનનો આજે 50મો જન્મદિન છે.જન્મદિન નિમિત્તે સુરતીલાલાઓમાં ભારે ઉત્સાહ છે. સલમાનના 25000 જેટલા ફેન હાજર રહીને 4500 કિલોની કેક કાપી હતી. અને ઉત્સાહમાં ડીજેના તાલે ઝુમ્યા હતા.

  • Web18
  • Last Updated :
સુરતઃ સુપરસ્ટાર સલમાનખાનનો આજે 50મો  જન્મદિન છે.જન્મદિન નિમિત્તે સુરતીલાલાઓમાં ભારે ઉત્સાહ છે. સલમાનના 25000 જેટલા ફેન હાજર રહીને 4500 કિલોની કેક કાપી હતી. અને ઉત્સાહમાં ડીજેના તાલે ઝુમ્યા હતા.

salman kek2

27મી ડિસેમ્બરના રોજ બોલીવુડ સુપર સ્ટાર સલમાનખાનનો જન્મદિવસ હોય જેને લઇને સમગ્ર દેશ સહિત દુનિયાના ખુણેખુણામા રહેતા સલમાનના ફ્રેન્ડ તેના જન્મદિનની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આ વર્ષ દરમિયાન સુરતીલાલાઓએ સલમાનના બર્થડે ને અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યુ હતુ.

salman 1

જેમા શહેરની જાણીતી એક બેકરી દ્વારા 4500 કિલો અને 400 ફુટ લાંબી કેક બનાવવામાં આવી હતી. જે આજરોજ વેસુખાતેના એક વિશાળ મેદાનમા સલમાનના ફ્રેન્ડસની વચ્ચે કાપવામાં આવી હતી. સલમાનની બર્થડેની ઉજવણીમા અંદાજિત 25 હજારથી વધુ તેના ફેન્ડસ હાજર રહ્યા હતા.

SALMAN_28515

કેકની મુખ્ય ખાસિયત એ હશે કે તેમા સલમાનના નાનપણના ફોટો, સલમાનની દરેક ફિલ્મના ફોટો વગેરે દર્શાવવામાં આવ્યા હતા.આ કેકને શહેરના અનાથઆશ્રમ તથા અન્ય ગરીબ બાળકોમાં વહેચી દેવામાં આવી હતી. આ સાથે શહેરમાં બેટી બચાવો અને બેટી પઢાવોના કાર્યક્રમ હાથ ધરવામાં આવશે,

સૌથી મહત્વની વાત એ છે કે અત્યાર સુધી સલમાન ખાન ક્યારેય કોન્સર્ટમાં પોતાની  હાજરી આપી નથી. જો કે 19મી ફેબ્રુઆરીના રોજ સલમાન ખાન સુરતનો મહેમાન બનશે, આયોજન હાથ ધરાયેલા કોન્સર્ટમાં સલમાન સવિયા જેકવીલ ફર્નાન્ડિસ, ચિંત્રાગના, ગુથ્થી જેવા કલાકારો પણ પરફોર્મન્સ કરશે.
First published:

Tags: ચાહકો, જન્મ દિવસ, મુવીઝ, સલમાન ખાન, હિન્દી ફિલ્મ, હિરો

विज्ञापन
विज्ञापन