સીરિયલ 'બાલિકા વધૂ' ની સુમિત્રા પર ચોરીનો આરોપ, કેસ દાખલ!

Parthesh Nair | News18
Updated: December 28, 2015, 1:16 PM IST
સીરિયલ 'બાલિકા વધૂ' ની સુમિત્રા પર ચોરીનો આરોપ, કેસ દાખલ!
મુંબઇ# સીરિયલ 'બાલિકા વધૂ' ની કલાકાર સુમિત્રા પર ચોરીનો આરોપ લાગ્યો છે અને તેણી વિરૂદ્ધ એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે. સીરિયલ 'બાલિકા વધૂ' માં આનંદીની સાસુનો પાત્ર ભજવનાર સ્મિતા બંસલ પર તેણી ભાભીએ દાગીના ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે.

  • News18
  • Last Updated: December 28, 2015, 1:16 PM IST
  • Share this:
મુંબઇ# સીરિયલ 'બાલિકા વધૂ' ની કલાકાર સુમિત્રા પર ચોરીનો આરોપ લાગ્યો છે અને તેણી વિરૂદ્ધ એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે. સીરિયલ 'બાલિકા વધૂ' માં આનંદીની સાસુનો પાત્ર ભજવનાર સ્મિતા બંસલ પર તેણી ભાભીએ દાગીના ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે.

પોલીસને કરવામાં આવેલ ફરિયાદમાં સ્મિતાની ભાભી મેઘા, તેણીના ભાઇ અને માતા-પિતા વિરૂદ્ધ દહેજ ઉત્તપિડન, મારઝૂડ કરવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. મહિલા પોલીસ સ્ટેશને સ્મિતા બંસલ સહિત ચારેયના વિરૂદ્ધ કેસ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મેઘાના પિતાએ જણાવ્યું કે, વર્ષ 2009માં તેમની દિકરી મેઘાના લગ્ન સ્મિતાના ભાઇ સૌરભ બંસલ સાથે થયા હતા. સૌરભ લંડનમાં વકીલ છે, એટલે બન્ને માર્ચ 2009માં લંડન જતા રહ્યાં હતા. ત્યાર બાદ પતિ અને સસરાના કહેવાથી મેઘાએ શિક્ષિકાની નોકરી શરૂ કરી હતી અને તેણીનો પગાર પણ સૌરભ અને સસરા લેવા લાગ્યા હતા.

મેઘાએ જણાવ્યું કે, માર્ચ 2010માં તે, તહેવારોમાં લંડનથી જયપુર આવી હતી અને અહીંયા જોયું કે, નણંદ સ્મિતા બંસલે તેણીના લગ્નના દાગીના પહેરાલા હતા. તે સમયે મેઘાએ કઇ કહ્યું ન હતુ, પરંતુ તેણીને ધીરે-ધીરે દહેજ માટે મહેણાં મારવામાં આવતા હતા.

સમગ્ર પરિવારે તેણીને મહેણાં મારવાનું શરૂ કર્યુ હતુ અને દહેજને લઇને મારઝૂડ પણ કરતા હતા. મેઘાનો આરોપ છે કે, સાસરાપક્ષ તેણી સાથેનો સબંધ તોડવા માંગતા હતા, પરંતુ તેણીએ પોતાના દાગીના, માસિક પગારના રૂપિયા માંગ્યા તો, સાસરાપક્ષે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
First published: December 28, 2015, 1:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading