Home /News /movies /

1st ડિસેમ્બરે નહિં પધારે રાણી 'પદ્માવતી', ફિલ્મ નિર્માતાએ કર્યુ confirm

1st ડિસેમ્બરે નહિં પધારે રાણી 'પદ્માવતી', ફિલ્મ નિર્માતાએ કર્યુ confirm

છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ફસાયેલી ફિલ્મ 'પદ્માવતી'ને ફિલ્મ નિર્માતા કંપની વાયકોમ 18 એ તેની રીલીઝને ટાળી દીધી છે. મળતી માહિતી અનુસાર નિર્માતા કંપનીએ જાતે જ રીલીઝને ટાળવાનો નિર્ણય લીધો છે. જો કે આ પહેલા પણ સેન્સર બોર્ડે અમુક ટેકનિકલ કારણોસર ફિલ્મને ટાળી દીધી હતી.

વાયકોમ 18 મોશન પિક્ચર્સ દ્વારા જાહેર કરવામાં નિવેદનમાં જણાવ્યુ હતુ કે ,'પદ્માવતી'ના નિર્માણમાં જે સ્ટુડિયોએ કામ કર્યું છે તેણે પોતાની મરજીથી જ 1 ડિસેમ્બર 2017ના રોજ ફિલ્મની રિલીઝ તારીખ સ્થગિત કરી છે. જો કે થોડા દિવસો પહેલા જ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યુ હતુ કે, જે સિનેમાઘરોમાં ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' રિલીઝ કરવામાં આવશે ત્યાં સંપૂર્ણપણે સુરક્ષા પૂરી પાડવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી રંજીત પાટિલે આ વિશે જણાવ્યુ હતુ કે, ફિલ્મની સ્થિતિને જોતા જે થિયેટરોમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે ત્યાં પણ સુરક્ષા આપવામાં આવશે.

કરણી સેનાએ દિપીકાનું નાક કાપવાની આપી હતી ધમકી
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા કરણી સેનાએ ફિલ્મની એક્ટ્રેસ દિેપીકા પાદુકોણનું નાક કાપવાની ધમકી આપી હતી. જો કે દીપિકાએ ફિલ્મના વિરોધની આલોચના કરતા જણાવ્યુ હતુ કે, કોઇ પણ 'પદ્માવતી'ની રિલીઝને રોકી શકશે નહિં. યુપીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજપૂત કરણી સેનાના ચીફ લોકેન્દ્ર સિંહ કલ્વીએ જણાવ્યુ હતુ કે, 'અમને ઉત્તેજિત કરવાની કોશિશ ના કરો, અમે દીપિકાનું નાક કાપી દઇશું.' આ સાથે જ લોકેન્દ્ર સિંહે જણાવ્યુ હતુ કે, 'સંજય લીલા ભણસાલી ઐતિહાસિક તથ્યોની સાથે છેડછાડ કરીને ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. તેમને આવી ફિલ્મો બનાવવા માટે દુબઇથી પૈસા મળે છે અને અમે કોઇ પણ હાલતમાં ફિલ્મને રિલીઝ નહિં થવા દઇએ. જો ફિલ્મ રિલીઝ થઇ તો અમે પૂરા દેશમાં બંધનું આયોજન કરીશું અને લાખોની સંખ્યામાં ભેગા થઇને 'પદ્માવતી'નો વિરોધ કરીશું.

શશિ થરૂરે 'પદ્માવતી' વિવાદ પર મહારાજાઓને કાયર કહ્યાં હતાં
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા શશિ થરૂરે પદ્માવતી વિવાદ પર મહારાજાઓને કાયર કહ્યાં હતાં. આ નિવેદનથી જ્યોતિરાદિત્ય પણ તેમના પર ગુસ્સે થઈ ગયા હતાં અને કહ્યું હતું કે શશિ થરૂર પહેલા ઈતિહાસ વાંચે અને મહારાજાઓની ભૂમિકા શું છે તે જાણે. આવા નિવેદનો તેમને ન કરવા જોઈએ. જો કે વિવાદ થવાથી થરૂરે ટ્વિટ કરીને પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતાં કહ્યું હતુ કે , કેટલાક બીજેપી અંઘભક્ત આયોજનપૂર્વક ખોટો પ્રચાર કરી રહ્યાં છે. મેં રાજપુત સમાજના સન્માન વિરોધમાં કોઈ નિવેદન કર્યું નથી. મેં રાષ્ટ્ર હિતમાં અંગ્રેજી હુકુમતના કાર્યકાલનો વિરોધ કરતા એ રાજાઓની ચર્ચા કરી હતી જે સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજોની સાથે હતાં.

શું છે વિવાદ
ફિલ્મનો વિરોધ કરનારાઓનો આરોપ છે કે, ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરાઇ છે. આરોપ છે કે, ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજી અને રાણી પદ્માવતીની વચ્ચે રોમેન્ટિક સીન ફિલ્માવ્યો છે, જેને ખિલજી પોતાના સપનામાં દેખાડે છે. જો કે ભણસાલીએ આવા કોઇપણ સીનની ના પાડી દીધી હતી. વિરોધીઓનો આરોપ છે કે, ફિલ્મમાં ખિલજીને મહિમામંડન કરાયું છે અને રાણી પદ્માવતીની છબીને ધુંધળી કરવાનો પ્રયાસ કર્યો છે.

શરૂઆતથી જ વિવાદોમાં છે ફિલ્મ
‘પદ્માવતી’ એક પીરિયડ ડ્રામા છે જેમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અને શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં પાદુકોણ રાણી પદ્માવતીની ભૂમિકા નિભાવી રહી છે, જેમણે અલાઉદ્દીન ખિલજીની સેનાના હાથો પોતાના પતિને માર્યા બાદ જૌહર કરી લીધું હતું એટલે કે પોતાના પતિની ચિતા સાથે પોતાને પણ સળગાવી દીધા હતા.
First published:

Tags: Sanjay Leela Bhansali, Shahid Kapoor

આગામી સમાચાર