ફિલ્મ 'અંદાજ અપના અપના' નું રીમેક નહીં કાર્ટૂન બનેઃ રવીના ટંડન

મુંબઇ# બોલીવુડ અભિનેત્રી રવીના ટંડનનું કહેવું છે કે, તે શ્રેષ્ઠ કોમેડી ફિલ્મ 'અંદાજ અપના અપના' ની રીમેકના બદલે એક કાર્ટૂન ફિલ્મના રૂપમાં બનાવવાનું પસંદ કરશે.

મુંબઇ# બોલીવુડ અભિનેત્રી રવીના ટંડનનું કહેવું છે કે, તે શ્રેષ્ઠ કોમેડી ફિલ્મ 'અંદાજ અપના અપના' ની રીમેકના બદલે એક કાર્ટૂન ફિલ્મના રૂપમાં બનાવવાનું પસંદ કરશે.

  • IBN7
  • Last Updated :
  • Share this:
મુંબઇ# બોલીવુડ અભિનેત્રી રવીના ટંડનનું કહેવું છે કે, તે શ્રેષ્ઠ કોમેડી ફિલ્મ 'અંદાજ અપના અપના' ની રીમેકના બદલે એક કાર્ટૂન ફિલ્મના રૂપમાં બનાવવાનું પસંદ કરશે.

'માઇટી મોમ એવોર્ડસ' ના કાર્યક્રમમાં સંવાદદાતાઓ સાથેની વાતચીત દરમિયાન તેણીએ કહ્યું કે, જો અગર  'અંદાજ અપના અપના' ફિલ્મનું બોલીવુડ રીમેક અથવા સીક્વલ બનાવવાની જગ્યાએ કાર્ટૂન બને તો મને વધુ ખુશી થશે. મને લાગે છે કે, અગર કોઇ ફિલ્મ ક્લાસિક માનવામાં આવે, તો તે યોગ્ય નથી કે, તેનું રીમેક જ બને.

રવીના 1990ના દશકમાં 'દિલવાલે', 'મોહરા', 'ખિલાડીઓ કા ખિલાડી' અને 'ઝિદ્દી' જેવી ફિલ્મો કામ કરી ચૂકી છે. તેણીએ એ પણ કહ્યું કે, તે નવા કલાકારો સાથે કામ કરવાનું પસંદ કરશે, જો કે, તે ભૂમિકા ઉપર નિર્ભર કરે છે. આ પ્રશ્ન પુછવામાં આવતા કે, તે પોતાની કઇ ફિલ્મ વારંવાર જોવા માંગશે? તો આ અંગે તેણીએ કહ્યું કે, ફિલ્મ 'મોહરા' અને 'અંદાજ અપના અપના' વારંવાર જોવાનું પસંદ કરશે.
First published: