પૈચાન કૌન: દાઢી કરાવી તો આ હિરોનાં ઘરવાળા પણ તેને ન ઓળખી શક્યા, તમે ઓળખ્યો ?

Network18 | News18 Gujarati
Updated: October 26, 2017, 5:08 PM IST
પૈચાન કૌન: દાઢી કરાવી તો આ હિરોનાં ઘરવાળા પણ તેને ન ઓળખી શક્યા, તમે ઓળખ્યો ?
પોતાની એક્ટિંગથી દરેક દિલો પર છવાઇ જનારો આ બોલિવૂડ અને ટોલીવૂડ સુપર સ્ટાર હાલમાં તેની અપકમિંગ ફિલ્મ માટે નવો લૂક ટ્રાય કરી રહ્યો છે. તેનાં આ નવાં લૂકને કારણે તેનાં ઘરવાળા પણ તેને ઓળખી શક્યા નહીં.
Network18 | News18 Gujarati
Updated: October 26, 2017, 5:08 PM IST
પોતાની એક્ટિંગથી દરેક દિલો પર છવાઇ જનારો આ બોલિવૂડ અને ટોલીવૂડ સુપર સ્ટાર હાલમાં તેની અપકમિંગ ફિલ્મ માટે નવો લૂક ટ્રાય કરી રહ્યો છે. તેનાં આ નવાં લૂકને કારણે તેનાં ઘરવાળા પણ તેને ઓળખી શક્યા નહીં. જીં હા આપ સૌનાં દિલો પર પોતાની ધાસુ એક્ટિંગથી રાજ કરનારો બાહુબલી ફિલ્મનો ભલ્લાલ દેવ એટલે કે રાણા દુગ્ગુબત્તી હાલમાં તેની અપકમિંગ ફિલ્મમાં 1945ની સાલનાં એક સૈનિકનો રોલ અદા કરી રહ્યો છે. આ માટે તેણે ક્લિન શેવ લૂક અપનાવ્યો છે.

તેનો આ લૂક એટલો અલગ લાગે છે કે તેનાં પરિવારવાળા પણ તેને ઓળખી શક્યા ન હતાં. આપને જણાવી દઇએ કે રાણા છેલ્લાં સાત-આઠ વર્ષથી દાઢી રાખે છે. ક્યારેક તે ટ્રિમ કરાવે છે
તો ક્યારેક તે ફૂલ ગ્રોથ રાખે છે પણ ક્લિન શેવ તે લાંબા સમયથી જોવા મળ્યો નથી. છેલ્લે આવેલી ધ ગાઝી અટેકમાં પણ તેનાં ચહેરા પર સામાન્ય દાઢી જોવા મળે જ છે.

ત્યારે તેનાં આ લૂકમાં તે ઓળખાય નહીં તે સ્વાભાવિક છે. ખુદ રાણાએ આ વાત કહી છે કે તેનાં પરિવારે પણ તેનો આ લૂક જોઇ તેને ઓળખ્યો ન હતો.


First published: October 26, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर