Home /News /movies /

જાણો કઈ બેંક કાપી રહી છે તમારા ખાતામાંથી કેટલા રૂપિયા

જાણો કઈ બેંક કાપી રહી છે તમારા ખાતામાંથી કેટલા રૂપિયા

વિત્ત મંત્રાલયના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય સ્ટેટ બેંકે એપ્રિલથી નવેમ્બર દરમિયાન પોતાના ખાતાધારકો પાસેથી મિનિમન બેલેન્સ ન રાખવાને કારણે 1711 કરોડ રૂપિયા વસુલ્યા છે. આ રકમ બેંકની કુલ પ્રોફિટ કરતા પણ વધારે છે.

બેંકોએ ગત કેટલાક સમયમાં પોતાની હાલત સુધારવા માટે ગ્રાહકો પાસેથી કેટલાક પ્રકારના ચાર્જ લેવાના શરૂ કર્યા છે. તમને જણાવી દઈએ કે કયા બેંક અકાઉન્ટમાં તમારી પર કયા ચાર્જ લાગી શકે છે. જો તમારુ ખાતુ મેટ્રો શહેરમાં છે અને તમે બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સથી ઓછી રકમ રાખો છો તો નીચે આપેલ લિસ્ટ પ્રમાણે ચાર્જ આપવા માટે તૈયાર થઈ જાઓ.

-સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સેવિંગ એકાઉન્ટ - મિનિમમ બેલેન્સ 3000, ચાર્જ 50 રૂપિયા મહિનાના સુધી, વધારે ટ્રાન્સેક્શન પર 20 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન, બેલેન્સ પૂછપરછમાં 8 રૂપિયા સુધી

-પંજાબ નેશનલ બેંક, સેવિંગ એકાઉન્ટ - મિનિમમ બેલેન્સ 2000, ચાર્જ 250 રૂપિયા પ્રતિ માસ, વધારે ટ્રાન્સેક્શન પર 20 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન, બેલેન્સ પૂછપરછમાં 9 રૂપિયા સુધી

-આઈસીઆઈસીઆઈ બેંક, સેવિંગ એકાઉન્ટ - 10,000 મિનિમમ બેલેન્સ, ચાર્જ 100 રૂપિયા + મિનિમમ બેલેન્સનથી ઓછા પર 5 ટકા, વધારે ટ્રાન્સેક્શન પર 20 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન, બેલેન્સ પૂછપરછમાં 8.5 રૂપિયા સુધી

-એચડીએફસી બેંક, સેવિંગ એકાઉન્ટ - 10,000 મિનિમમ બેલેન્સ, ચાર્જ 600 રૂપિયા સુધી, વધારે ટ્રાન્સેક્શન પર 20 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન, બેલેન્સ પૂછપરછમાં 8.5 રૂપિયા સુધી
First published:

Tags: Bank, Charges, Minimum balance, Transaction

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन