મુંબઇ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' પર વિવાદ દિવસેને દિવસે ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યો છે. ત્યાં જ સિંગલ સ્ક્રીન થિયેટરના માલિકો એ જ બાબતથી ડરી રહ્યા છે કે, જો તે આ ફિલ્મ રિલીઝ કરશે તો તોડફોડની ઘટનાઓ બનશે.
આમ, મહારાષ્ટ્ર સરકારે આ વિશે જણાવ્યુ કે, જે સિનેમાઘરોમાં ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' રિલીઝ કરવામાં આવશે ત્યાં સંપૂર્ણપણે સુરક્ષા પૂરી પાડવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી રંજીત પાટિલે આ વિશે જણાવ્યુ કે, ફિલ્મની સ્થિતિને જોતા જે થિયેટરોમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે ત્યાં સુરક્ષા આપવામાં આવશે.
આ વિશે પાટિલે વધુમાં જણાવ્યુ હતુ કે, આ ફિલ્મનો વિરોધ કરી રહેલા કેટલાક સમૂહ તેમનો પક્ષ રાખવા માટે સરકારના પ્રતિનિધિને મળ્યા હતા અને આ વિશે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વાત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સંજય લીલા ભણસાલીની 'પદ્માવતી' ફિલ્મને લઈને કરણી સેનાએ ફિલ્મની એક્ટ્રેસ દિેપીકા પાદુકોણનું નાક કાપવાની ધમકી આપી હતી. જો કે દીપિકાએ ફિલ્મના વિરોધની આલોચના કરતા જણાવ્યુ હતુ કે, કોઇ પણ 'પદ્માવતી'ની રિલીઝને રોકી શકશે નહિં. પદ્માવતી ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર