‘લિહાફ’: સજાતીય સંબંધોની કહાની, ઈસ્મત ચુગતાઈની જુબાની

આ ફિલ્મનું પોસ્ટર "Cannes 2018" માં લોન્ચ કરવામાં આવ્યું

આ ફિલ્મનું પોસ્ટર "Cannes 2018" માં લોન્ચ કરવામાં આવ્યું

 • Share this:
  પ્રસિધ્ધ લેખિકા ઈસ્મત ચુગતાઈ દ્વારા વર્ષ-1941માં લિખિત સજાતીય સંબંધો ઉપર આધારિત નવલકથા 'લિહાફ' ઉપર એવોર્ડ વિનિંગ દિગ્દર્શક રાહત કાઝમી ફિલ્મ બનાવી રહ્યા છે. "લિહાફ"ના નામે જ રજુ થનારી આ ફિલ્મનું પોસ્ટર કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજુ કરવામાં આવ્યું છે. જે-તે સમયે આ વાર્તા લખીને ઈસ્મત ચુગતાઈને કાનૂની કાર્યવાહીનો ભોગ બનવું પડ્યું હતું। આ ચર્ચિત નવલકથા આધારિત ફિલ્મ હિન્દીમાં "લિહાફ"ના મૂળ નામ સાથે જયારે અંગ્રેજીમાં "ધ ક્વિલ્ટ"ના નામે બનશે.

  આ બહુચર્ચિત ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં તનિષા ચેટર્જી અને સોનલ સહેગલ હશે. સજાતીય સંબંધો ઉપર આધારિત હોઈ, આ નવલકથા લખવા બદલ તત્કાલીન સમયે ઈસ્મત ચુગતાઈને ઘણા વિવાદોનો ભોગ બનવું પડ્યું હતું। એટલું જ નહિ લાહોરની કોર્ટમાં પણ હાજર થવું પડ્યું હતું

  આ ફિલ્મ અંગે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ ટ્વિટ કર્યું છે :  જ્યાં સુધી ફિલ્મની વાત છે, આ ફિલ્મમાં કાઝમી, તારિક ખાન, ઝેબા સાજિદ, નમિતા લાલ, ઉમેશ શુક્લ, ઉત્પલ આચાર્ય અને આશિષ વાઘે સાથે મળીને તેને પ્રોડ્યૂસ કરી છે. જયારે કો-પ્રોડ્યૂસર તરીકે ઓસ્કાર વિનિંગ પ્રોડ્યૂસર માર્ક બેશેને છે
  Published by:sanjay kachot
  First published: