Home /News /movies /

લેડી ગાગાને જોઇને ડિકેપ્રિયોના હાવભાવ બદલાઇ ગયા, વીડિયો થયો વાયરલ

લેડી ગાગાને જોઇને ડિકેપ્રિયોના હાવભાવ બદલાઇ ગયા, વીડિયો થયો વાયરલ

સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મેળવનાર લિયોનાડરે ડિકેપ્રિયોના લેડી ગાગાને જોઇને અચરજ સાથે આંખ મટકાવનારો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે

સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મેળવનાર લિયોનાડરે ડિકેપ્રિયોના લેડી ગાગાને જોઇને અચરજ સાથે આંખ મટકાવનારો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે

  • IBN7
  • Last Updated :
લોસ એંજેલિસ# સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મેળવનાર લિયોનાડરે ડિકેપ્રિયોના લેડી ગાગાને જોઇને અચરજ સાથે આંખ મટકાવનારો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. ડિકેપ્રિયોના ચહેરા પરના આ એક્સપ્રેશન, તે સમયે વાયરલ થયો, જ્યારે 73મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડસના દરમિયાન પોતાની ટ્રોફી લેવા મંચ પર જઇ રહેલી લેડી ગાગાએ અચાનક તેમના હાથને ઝટકાથી હટાવીને પોતાનો રસ્તો બનાવ્યો હતો.

આ ક્ષણને ત્યાં હાજર કેમેરાએ કેદ કરી લીધો હતો, જેને લઇને દરેક લોકો ડિકેપ્રિયોના ચહેરા પર આવેલ એક્સપ્રેશન વિશે અનુમાન લગાવતા રહ્યા હતા. તો એ પણ આશ્ચર્યનો વિષય હતો કે, ગાગા ડિકેપ્રિયોને આ પ્રકારે જાણીજોઇને અડીને તો નીકળી ન હતી? ટ્વિટર પર એક યુઝરે ડિકેપ્રિયોની આ પ્રતિક્રિયાને લઇને લખ્યું છે કે, જોવો, લિયોનાડરે ડિકેપ્રિયો 25 વર્ષથી વધુ ઉંમરની મહિલાને જોઇને કેવા પ્રકારની પ્રતિક્રિયા આપે છે. તો એક અન્ય યુઝરે લખ્યું કે, આવો આજે રાત્રે લિયોનાડરે ડિકેપ્રિયો દ્વારા ચહેરાના ભાવો દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયાની પ્રશંસા કરીએ.

ડિઝાઇનર જેક પોસને આ અંગે ઇંસ્ટાગ્રામ પર લખ્યું છે કે, ગોલ્ડન ગ્લોબ્સમાં મારો અત્યાર સુઘીનો સૌથી ગમતું શ્રણ હતુ હેશટેગ લિયોનાડરે ડિકેપ્રિયો હેશટેગ લેડીગાગા, આ રમૂજી ક્ષણોના અમુક જ સેકેન્ડ અગાઉ જ્યારે ગાગાનું નામ ફિલ્મ મર્યાદીત ટીવી શ્રેણીની સર્વશ્રેષ્ઠ અભિનેત્રીના માટે નામાંકિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી, 41 વર્ષિય ડિકેપ્રિયોને હસ્તા દેખાઇ હતી. જો કે, તે સમય તેમના હસવાનું કારણ પૂરી રીત નિશ્ચિત  ન હતું.

29 લર્ષિય પોપ સ્ટાર ગાગાને પોતાના પ્રથમ શો 'અમેરિકન હોરર સ્ટોરી' નો એવોર્ડ મળ્યો છે, જ્યારે ડિકેપ્રિયોને 'ધ રેવનેંટ' ના માટે પોતાનું ત્રીજુ ગોલ્ડન ગ્લોબ મળ્યું છે.
First published:

Tags: અભિનેતા, એવોર્ડ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन