Home /News /movies /

યંગ રાઇટર્સ, યંગ ટીમ, કેમ જોવા જેવી છે ગુજરાતી ફિલ્મ 'મિડનાઇટ વિથ મેનકા'?

યંગ રાઇટર્સ, યંગ ટીમ, કેમ જોવા જેવી છે ગુજરાતી ફિલ્મ 'મિડનાઇટ વિથ મેનકા'?

મિડનાઇટ વિથ ફિલ્મને વિરલ શાહ અને આમત્ય ગોરડિયાએ લખી છે. બંને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના યંગ રાઇટર્સ છે.

મિડનાઇટ વિથ ફિલ્મને વિરલ શાહ અને આમત્ય ગોરડિયાએ લખી છે. બંને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના યંગ રાઇટર્સ છે.

    છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના વધી રહેલા ક્રેઝને આગળ વધારવા માટે વધુ રોચક ફિલ્મ આવી રહી છે. જેનું નામ છે મિડનાઇટ વિથ મેનકા, ડિરેક્ટર વિનય શાહ ડિરેક્ટ આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, ઇશા કંસારા, હાર્દિક સંઘાણી અને વિનિતા મહેશ જેવા દિગ્ગજ એક્ટર્સે અભિનય કર્યો છે. આવો જાણીએ કેમ જોવી આ ફિલ્મ.

    અહીં ક્લિક કરી વાંચો આ છે સુરતની સરકારી સ્કૂલ, જ્યાં પ્રવેશ મેળવવા વાલીઓ કરે છે પડાપડી

    વાત કરીએ ફિલ્મના કોન્સેપ્ટની તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઉભરતા સ્ટાર મલ્હાર ઠાકરના જીવન પર આધારીત છે, જેમાં મલ્હારની નકલી બાયોપીક દર્શાવવામાં આવી છે, જેમ કે કેવી રીતે એક સુપરસ્ટાર રાતો રાતો સ્ટાર બની જાય છે અને કેવી રીતે એક સુપરસ્ટારની પડતી આવે છે. ફિલ્મનું નામ ભવે થોડું અટપટ્ટુ છે મિડનાઇટ મેનકા પરંતુ ફિલ્મ સંપૂર્ણ રીતે પારિવારીક છે. તો ફિલ્મની એક્ટ્રેસ ઇશા કંસારા જાણીતી ટીવી સીરિયલ સ્ટાર છે, અને તે દુનિયાદારી, વાંઢા વિલાસ, મિજાજ અને હવે મિડનાઇટ વિથ મેનકામાં જોવા મળશે. વિનય શાહ દ્વારા દિગ્દર્શિત અને મ્યૂઝિક ડાયરેક્ટર અમ્બ્રેશ શ્રોફ દ્વારા કમ્પોઝ કરાયેલા ગીતોથી ચોક્કસ દર્શકોના ટિકિટના પૈસા વસૂલ થશે.

    કોકોનટ મોશન પિક્ચર્સના બેનર હેઠળ રશ્મિન મજિઠિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ અને મુંબઇમાં થયું છે. મિડનાઇટ મેનકા પ્રથમ દિવસે ગુજરાત અને મુંબઇ મળી કુલ 500 થિએટર્સમાં રિલિઝ થશે.

    યંગ રાઇટર્સ, યંગ ટીમ

    મિડનાઇટ વિથ ફિલ્મને વિરલ શાહ અને આમત્ય ગોરડિયાએ લખી છે. બંને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના યંગ રાઇટર્સ છે, ખાસ કરીને આમત્ય ગોરડિયા જેઓ 30થી 35 વર્ષની વયે જ બે ફિલ્મ લખી છે, જેમાં બેસ્ટ ઓફ લક લાલુ અને બીજી મિડનાઇટ મેનકા જેમાં તેઓ કો રાઇટર્સ છે. તો ફિલ્મમાં તમામ એક્ટર પણ યંગ છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Comedy Movie, Esha Kansara, Gujarati movie, Hardik Sanghani, Malhar Thakar, Midnight wiith Menka, Vinita Mahesh

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन