મળો KBC-9ની પહેલી કરોડપતિ અનામિકા મજૂમદારને

VINOD LEUVA | News18 Gujarati
Updated: October 3, 2017, 5:54 PM IST
મળો KBC-9ની પહેલી કરોડપતિ અનામિકા મજૂમદારને
જેકપોટનાં સવાલ માટે ક્વોલિફાઇ થઇ ગઇ હતી. પણ જવાબ ન ખબર હોવાને કારણે તેણે શો ક્વિટ કરવાનું જ પસંદ કર્યુ હતું. અનામિકા કૌન બનેગા કરોડપતિની સિઝન 9ની પહેલી કરોડપતિ બની
VINOD LEUVA | News18 Gujarati
Updated: October 3, 2017, 5:54 PM IST
ઝારખંડનાં જમશેદપુરની રહેવાસી અનામિકા મજૂમદાર કૌન બનેગા કરોડપતિ સિઝન 9ની પહેલી કરોડપતિ બની ગઇ છે. માનવામાં આવે કે, અનામિકા એક કરોડ રૂપિયા જીત્યા બાદ સાત કરોડનાં સવાલ માટે એલિજેબલ થઇ હતી.  અત્યાર સુધીમાં 7 કરોડનાં સવાલ સુધી પહોંચનારી અનામિકા પહેલી વ્યક્તિ બની ગઇ છે.  અનામિકાએ આ ઉપલબ્ધિથી ઇતિહાસ રચી દીધો.

સોશિયલ વર્કર છે અનામિકા-
અનામિકા બે બાળકોની માતા છે સાથે સાથે તે સોશિયલ વર્કર પણ છે. તે ફેથ ઇન ઇન્ડિયા નામનો એક એનજીઓ ચલાવે છે. જ્યારે તેને પુછવામાં આવ્યું કે તે શોમાં જીતેલી રકમનું શું કરશે ? તો તેમણે કહ્યું કે, તે તેનાં એનજીઓનાં લોકોની મદદ કરશે. પોતાનાં એનજીઓ દ્વારા તે ઝારખંડનાં ગ્રામીણ ક્ષેત્રમાં કામ કરી રહી છે.


પ્રધાનમંત્રી મોદીને મળવા માંગે છે અનામિકા
અનામિકાએ તેનાં ઇન્ટરવ્યુંમાં કહ્યું કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા ઇચ્છે છે. તેમને મળીને તે ઝારખંડની મહિલાઓની સમસ્યા સમઝાવવા માંગે છે. આ માટે તેણે પ્રધાનમંત્રી મોદીને પત્ર પણ લખ્યો છે.
First published: October 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर