એકવાર ફરીથી કરીના કપૂર ખાન ચર્ચામાં છે. પહેલા તૈમૂરના જન્મદિવસને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી હતી. ત્યારે હવે ફરી કરીના કપૂર ખાનની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. કારણ કે કરીનાએ વોગ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે જેને લઈને તે કવર પેજ પર જોવા મળી રહી છે. ત્રણ અલગ-અલગ ડ્રેસમાં કરીના ખુબ જ સુંદર લાગી રહી છે.
આ તસવીરો વોગએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. પહેલી તસવીરમાં કરીનાએ લોન્ગ ગોલ્ડન શિમરી ગાઉન પહેરયું છે. બીજી તસવીરમાં કરીનાએ બ્લુ કલરનું શિમરી ગાઉન પહેર્યું છે. જ્યારે ત્રીજી તસવીરમાં તેને વાઈટ લેસ ગોલ્ડન ડ્રેસ પહેર્યો છે.
જો કે કરીના હાલ તો સ્વિટઝરલેન્ડમાં સેફ અને તેના દિકરા તૈમુર સાથે નવા વર્ષની છુટ્ટીઓ મનાવી રહી છે. આવનાર દિવસોમાં કરીના ફિલ્મ 'વીરે દી વેડિંગ'માં જોવા મળશે. આ ફિલ્મમાં કરીના કપૂર સિવાય સ્વરા ભાસ્કર અને સોનમ કપૂર પણ છે. પરંતુ ઘણા સમયથી આ ફિલ્મને લઈને અટકળો ચાલી રહી છે.
થોડા દિવસો પહેલા આ ફિલ્મ સાથે જોડાયેલા 2 પોસ્ટર્સ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા છે. જે બંને પોસ્ટર્સ એક-બીજાથી તદ્દન અલગ હતા. આ ફિલ્મ ટુંક સમયમાં જ સિનેમાઘરોમાં જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર