Finally રિતિક રોશને કંગનાને આપ્યો જડબાતોડ જવાબ

VINOD LEUVA | News18 Gujarati
Updated: October 3, 2017, 12:19 PM IST
Finally રિતિક રોશને કંગનાને આપ્યો જડબાતોડ જવાબ
રિતિકે તેના જવાબમાં કંગના વિરુદ્ધ પોલિસમાં 29 પેજની ફરિયાદ કરી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: October 3, 2017, 12:19 PM IST
રિતિક રોશન અને કંગના રનૌટ વચ્ચેનો ઝઘડો છે કે સમવાનું નામ જ નથી લેતો.. પહેલાં કંગનાએ રિતિક પર પ્રહાર કર્યા તો હવે રિતિકે કંગનાનાં તે પ્રહારોનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ સમયે રિતિકે તેના જવાબમાં કંગના વિરુદ્ધ પોલિસમાં 29 પેજની ફરિયાદ કરી છે.

રિતિકે પોતાના કાનુની સલાહકાર મહેશ જેઠમલાણી સાથે પોલિસને 29 પેજની એક ફરિયાદ આપી છે. જેમાં કંગના સામે કેટલાક આરોપ લગાવ્યા છે. મુંબઈ ક્રાઈમ ડિપાર્ટમેન્ટે તેની પુષ્ટિ કરી છે. એક રિપોર્ટ પ્રમાણે, રિતિકે પોતાના ફોન અને લેપટોપ પોલિસને સોંપ્યા છે. રિતિક તરફથી જેઠમલાણી દ્રારા કરાયેલ ફરિયાદમાં લખેલું છે કે કંગના સતત તેમનો પીછો કરી રહી હતી અને તેણે રિતિકને પોતાનો ઈન્ટરનલ લવર કહ્યો. એમાં એ પણ લખ્યું છે કે પોતાની શિષ્ટતા બતાવવતા રિતિકે કંગનાના દરેક ઈમેઈલ ઈગ્નોર કરી દીધા હતાં. સાથે જ કંગના પર સેક્સુઅલી ઈક્સ્પિ્લસટ મેલ મોકલવાના આરોપ પણ લગાવ્યાં છે.

આ 29 પેજની ફરિયાદ પત્રમાં રિતિકના વકિલે લખ્યું કે રિતિક અને કંગનાના પ્રોફેશનલ સંબંધો રહ્યાં છે. વકિલનું કહેવું છે કે રિતિકે તેની અને તેનાં પિતા રાકેશ રોશનની બર્થડે પાર્ટીમાં પ્રોફેશનલ સંબંધોને કારણે જ કંગનાને બોલાવી હતી. રિતિકે કંગનાનું મન અને મગજથી શોષણ કર્યું છે આ વાત રિતિકે પાયા વગરની જણાવી છે. જ્યાં કંગનાની ટીમે પણ કહ્યું હતું કે આ કેસ બંધ થઈ ચુક્યો છે. પરંતુ મુંબઈ ક્રાઈમ પોલિસે કંફર્મ કર્યું છે કે આ કેસ હજી બંધ નથી થયો.
First published: October 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर