‘Article 15’માં આયુષમાન ખુરાનાનાં પરાક્રમી પોલીસ અવતારને દર્શકોએ વધાવ્યો

પ્રતિકાત્મક તસવીર

ટ્રેલર રિલીઝ થયા પછી દર્શકો આ ફિલ્મની સ્ટોરી વિશે ખુબ જ ઉત્સાહિત છે અને તેને વખાણી રહ્યાં છે.

  • Share this:
    અંધાધૂધ પછી આયુષ્યમાન ખુરાના પરાક્રમી પોલીસનાં અંદાજનાં એક દમદાર અભિયનવાળી ફિલ્મ સાથે આવી રહ્યા છે. આર્ટિકલ 15 ફિલ્મ ઇન્વેસ્ટિગેટીવ ડ્રામા ફિલ્મ છે.

    અનુભવ સિન્હા દિગ્દર્શિત આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મની સ્ટોરી દમદાર છે અને તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ છેં જેમાં આયુષમાન ખુરાનાનો અભિનય સ્ટોરીને અનુરૂપ અને પ્રોમિસીંગ લાગે છે.

    ગયા વર્ષે બ્લોકબસ્ટર ફિલ્મ અંધાધૂતમાં કામ કર્યા પછી અભિનેતા કાયદાનાં રખેવાળનાં રૂપમાં દેખાશે. આ ફિલ્મ અનુભવ સિન્હાનાં બેનારસ મીડિયાવર્ક્સ અને ઝી સ્ટૂડિયોઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. આ ફિલ્મમાં ઇશા તલવર, એમ. નસર, મનોજ પાહવા, સાયાની ગુપ્તા, કુમુદ મિશ્રા અને મોહમંદ ઝીશાન અય્યુબ વગેરેએ અભિયનનાં ઓજસ પાથર્યા છે. દર્શકોએ તેમને ખુબ વખાણેલા છે.

    આ ફિલ્મનાં નિર્માતાઓએને આશા છે કે, સામાજિક પરિપ્રેક્ષમાં બનેલી આ ફિલ્મ લોકોને ખુબ ગમશે. અભિનેતાને આ ફિલ્મ માટે દર્શકો, ફિમમેકર્સ, ક્રિટિક્સ તરફથી સારા પ્રતિભાવો મળ્યા છે.

    દિગ્દર્શક અનુભવ સિન્હાએ જણાવ્યું કે, “અખબારોમાં આવતી માહિતીઓને લોકોને કહેવાની જરૂર છે. સમાજનું એ પ્રતિબિંબ છે. જો હું એ કરી શકુ તો, એક વાર્તાકાર અને દિગ્દર્શક તરીકે આ વાત પ્રસ્તુત બને છે. નિસ્બત ધરાવતો વિષયો તરફ હું હંમેશા આકર્ષાયો છું. આર્ટિકલ 15 ફિલ્મ આવા જ પ્રકારની ફિલ્મ છે. મેં જેવી આ સ્ટોરી વાંચી કે તરત જ મને થયુ હતું કે, આ વાત કહેવી જ જોઇએ.

    ઝી સ્ટૂડીયોઝનાં સીઇઓ શારિક પટેલે જણાવ્યું કે, “આ હાર્ડ હિટિંગ ફિલ્મ માટે અનુભવ સિન્હા સાથે પાર્ટનર્શીપ કરવા બદલ અમે ખુશ છીએ. આ વિષય સમયની તાતી જરૂરિયાત છે. પોલીસનાં અવતારમાં આયુષ્યમાન ખુરાનાએ જબરદસ્ત અભિનય કર્યો છે. ટ્રેલર રિલીઝ થયા પછી દર્શકોએ જે પ્રતિભાવો આપ્યા છે તે બદલ અમે તેમના અભારી છીએ. ટ્રેલર જોયા પછી દર્શકોનાં મનમાં ઘણા પ્રશ્નો ઉભા થયા છે અને એક પ્રકારની ઉત્સુક્તા જગાવી છે. આ ફિલ્મની સ્ટોરી પાવરફૂલ છે અને આ વર્ષની કન્ટેન્ટ રીઝ ફિલ્મ છે.

    આયુષમાન ખુરાના અભિનિત આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થશે.

    વાસ્તવિક ઘટનાઓ પર બનેલા આ ઇન્વેસ્ટિગેટિવ ફિલ્મ દર્શકોની સંવેદનાને ઝંકૃત કરશે. લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિલની દસમી આવૃતિમાં ‘આર્ટિકલ 15’નું વર્લ્ડ પ્રિમિયર યોજાશે.

    ટ્રેલર રિલીઝ થયા પછી દર્શકો આ ફિલ્મની સ્ટોરી વિશે ખુબ જ ઉત્સાહિત છે અને તેને વખાણી રહ્યાં છે.
    Published by:Vijaysinh Parmar
    First published: