વિવાદોની વચ્ચે પદ્માવતિ મામલે આવ્યો નવો વળાંક,દુબઇથી ફંડ આવ્યું હોવાની બહાર આવી વાત

Network18 | News18 Gujarati
Updated: November 10, 2017, 6:50 PM IST
વિવાદોની વચ્ચે  પદ્માવતિ મામલે આવ્યો નવો  વળાંક,દુબઇથી ફંડ આવ્યું હોવાની બહાર આવી વાત
જય લીલા ભણસાલી નિર્મિત અને દિપીકા પાદુકોણે અભિનીત પદ્માવતી ફિલ્મ સામે થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટનુ અવલોકન છે કે, ફિલ્મ નિર્માતા દ્વારા હજુ સુધી સેન્સર બોર્ડમાં આ ફિલ્મ સંદર્ભે સર્ટીફિકેટ લેવાની પ્રક્રિયા હાલત પડતર છે
Network18 | News18 Gujarati
Updated: November 10, 2017, 6:50 PM IST
ફિલ્મ પદ્માવતીને લઈ નવો વળાંક પદ્માવતી ફિલ્મને દુબઇથી મળ્યું ફંડ સુબ્રમણ્યમ સ્વામીએ તપાસની કરી માંગ. તો સંજય લીલા ભણસાલી નિર્મિત અને દિપીકા પાદુકોણે અભિનીત પદ્માવતી ફિલ્મ સામે થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટનુ અવલોકન છે કે, ફિલ્મ નિર્માતા દ્વારા હજુ સુધી સેન્સર બોર્ડમાં આ ફિલ્મ સંદર્ભે સર્ટીફિકેટ લેવાની પ્રક્રિયા હાલત પડતર છે.

આ સંજોગોમાં, આ અરજી બહુ વહેલી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે, સેન્સર બોર્ડને સૂચન કર્યુ છે કે, આ ફિલ્મમાં ઈતિહાસ સાથે કોઈ ચેડા કરવામાં આવ્યા ન હોય તેનુ ધ્યાન રાખે અને કોઈ સમુદાયની લાગણી દુભાય તેવી કોઈ બાબત હોય તો તે અંગે પણ ધ્યાન આપે. મહત્વનુ છે કે, પદ્માવતી ફિલ્મ તેના નિર્માણ કાર્યની શરૂઆતથી જ વિવાદમાં રહેલી છે. ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં રાજપૂત સમાજ આ ફિલ્મનો વિરોધ કરી રહ્યો છે.

ફિલ્મ નિર્માતા પર એવો આક્ષેપ છે કે, ફિલ્મમાં ઈતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે. જેમાં રાણી પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજીના પ્રણય દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાણી પદ્માવતીને નૃત્ય કરતી દર્શાવવામાં આવી છે. વાસ્તવિકતામાં, રાણી પદ્માવતીના જીવનમાં આ પ્રકારની કોઈ ઘટના ઘટી જ નથી. બીજી તરફ, સંજય લીલા ભણસાલીના વકીલની રજૂઆત હતી કે, તેમને સેન્સર બોર્ડનુ સર્ટીફિકેટ હજુ સુધી મળ્યુ નથી. ફિલ્મ અંગે સર્ટીફિકેટ મેળવવા માટેની અરજી સેન્સર બોર્ડમાં પડતર છે.

'ભણસાલી પર નોંધાય દેશદ્રોહનો કેસ'

આ બધાની વચ્ચે ભાજપા નેતા અને સેંસર બોર્ડના સભ્ય અનિલ ગુપ્તાએ કેન્દ્રને પત્ર લખીને ફિલ્મ નિર્માતા અને નિર્દેશક સંજય લીલા ભણસાલીની વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવાની માંગણી કરી છે. ગુપ્તાએ કહ્યું કે મેં ગૃહમંત્રીને પત્ર લખ્યો છેકે સંજય લીલા ભણસાલી પર દેશદ્રોહનો કેસ નોંધે અને તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. જો આમ નહીં થાય તો ભણસાલી આગળ પણ આ પ્રકારની જ ફિલ્મો બનાવતો રહેશે.

- સીબીઆઈએ અત્યારે તે થિયરીને નકારી નથી જેમાં કંડક્ટરને આરોપી બનાવવામાં આવ્યો છે. તેમણે હજુ કંડક્ટરને ક્લીન ચીટ આપી નથી.
- સીબીઆઈનું કહેવું છે કે, તેમણે સાઈન્ટીફિક પુરાવાના આધારે આરોપી સ્ટૂડન્ટની ધરપકડ કરી છે.
First published: November 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर