Home /News /movies /ડૉલી બિંદ્રાનો આરોપ, રાધે માં કરાવે છે ધમકી ભર્યા ફોન

ડૉલી બિંદ્રાનો આરોપ, રાધે માં કરાવે છે ધમકી ભર્યા ફોન

નવી દિલ્હીઃ રાધે માંની મુશ્કિલો ઓછી થવાને બદલે વધતી દેખાય રહી છે. રાધે માંની ભક્ત રહી ચૂકેલી અભિનેત્રી ડૉલી બિંદ્રાએ રાધે માં અને તેમના કેરટેકર ગુપ્તા પરિવાર વિરૂદ્ધ મુંબઇ પોલીસને ફરિયાદમાં નોંધાવી છે.

નવી દિલ્હીઃ રાધે માંની મુશ્કિલો ઓછી થવાને બદલે વધતી દેખાય રહી છે. રાધે માંની ભક્ત રહી ચૂકેલી અભિનેત્રી ડૉલી બિંદ્રાએ રાધે માં અને તેમના કેરટેકર ગુપ્તા પરિવાર વિરૂદ્ધ મુંબઇ પોલીસને ફરિયાદમાં નોંધાવી છે.

નવી દિલ્હીઃ રાધે માંની મુશ્કિલો ઓછી થવાને બદલે વધતી દેખાય રહી છે. રાધે માંની ભક્ત રહી ચૂકેલી અભિનેત્રી ડૉલી બિંદ્રાએ રાધે માં અને તેમના કેરટેકર ગુપ્તા પરિવાર વિરૂદ્ધ મુંબઇ પોલીસને ફરિયાદમાં નોંધાવી છે. ફરિયાદમાં તેઓએ જણાવ્યું છે કે, તેમને તારીખ 10 ઓગસ્ષ્ટથી સતત જાનથી મારી નાખવાના ધમકી ભર્યો ફોન કોલ્સ આવી રહ્યો છે. ડૉલી બિંદ્રાના કહેવા અનુસાર ફોન કોલ્સ પાછળ રાધે માં અને સંજીવ ગુપ્તાના પરિવારનો હાથ હોઇ શકે છે.

ડૉલીના કહેવા પ્રમાણે તેઓ પહેલા બે વર્ષ સુધી રાધે માંના દરબારમાં નિયમિત જતા હતા. પરંતુ સત્ય બહાર આવતાની સાથે તેઓએ ત્યાં જવાનું બંધ કર્યું હતું. ડૉલીનું કહેવું છે કે, રાધે માં અને એમએમ મિઠાઇવાલા પરિવારને એ ડર સતાવી રહ્યો છે કે, ડૉલી તેમની પોલ ખોલી ન દે.

ડૉલીના કહેવા અનુસાર આશરે બે વર્ષ પહેલા તેઓની રાધે માં પર શ્રદ્ધા હતી જેથી તે રાધે માંના દરબારમાં કાયમ જતા હતા. પરંતુ હવે તે છેલ્લા બે વર્ષથી રાધે માંના ત્યાં જવાનું છોડી દીધું છે, કેમ કે તેમને રાધે માં અને પરિવારની સત્ય હકિકતની ખબર પડી ગઇ છે, જેનો ખુલાસો તે બાદમાં કરશે. ડૉલીના કહેવા અનુસાર રાધે માં અને એમએમ મિઠાઇવાલા પરિવારને એ ડર સતાવી રહ્યો છે કે, ડૉલી તેમના રાઝ ખોલી ના દે.
First published:

Tags: આરોપ, ક્રાઇમ, ડર, દિલ્હી, દેશ, ધમકી, પોલીસ`, ફરિયાદ, ફિલ્મ, ફોન, રાધે માં

विज्ञापन
विज्ञापन