Home /News /movies /

બ્રિટનમાં 'પદ્માવતી'ને લીલી ઝંડી પરંતુ નિર્માતા રિલીઝ  માટે નથી તૈયાર 

બ્રિટનમાં 'પદ્માવતી'ને લીલી ઝંડી પરંતુ નિર્માતા રિલીઝ  માટે નથી તૈયાર 

પદ્મિની 13મી સદીની વીર રાજપૂત યોદ્ધા રાણી હતા

પદ્મિની 13મી સદીની વીર રાજપૂત યોદ્ધા રાણી હતા

બ્રિટિશ બોર્ડ ઓફ ફિલ્મ ક્લાસિફીકેશને ગુરૂવારે બોલિવૂડ ફિલ્મ પદ્માવતીની રિલીઝને લીલી ઝંડી આપી દીધી છે. તેમણે નિર્દેશ કર્યો છે કે યૂનાઈટેડ કિંગડમ (યૂકે)માં કોઈ પણ કટ કર્યા વગર ફિલ્મ રિલીઝ થશે. તેને અનસેન્સર્ડ રીતે જ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ 1 ડિસેમ્બરથી યૂકેના સિનેમા હોલમાં દેખાડવામાં આવશે.

આ મામલે ફિલ્મના નિર્માતા કહી રહ્યાં છે કે ફિલ્મને પહેલા ભારતમાં રિલીઝ કરવામાં આવશે અને પછઈ જ બીજે ક્યાંય પણ. તેમનું કહેવું સાચું પણ છે કારણ કે ફિલ્મના પાઈરેસી દ્વારા નુકશાન પહોંચાડી શકાય છે.

જણાવી દઈએ કે બોલિવૂડ ફિલ્મ 'પદ્માવતી' પર ભારતમાં ઘણાં વિવાદો થઈ રહ્યાં છે. જેમાં પદ્માવતીની ભૂમિકા કરી રહેલ દિપીકા પાદુકોણના કેટલાક દ્રશ્યોના કારણે એક વર્ગ નારાજ છે. તેમનું કહેવું છે કે ઈતિહાસની સાથે છેડછાડ કરીને ફિલ્મને બનાવાવામાં આવી છે. કરણી સેના ફિલ્મના વિરોધમાં રસ્તાઓ પર આવી ગઈ છે. અને તેમનું કહેવું છે કે કાપકૂપ વગર આ ફિલ્મને સિનેમા ઘરોમાં નહીં દર્શાવવા દઈએ.

ત્યાં જ રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ સરકારને પણ ફિલ્મને રિલીઝ નહીં કરવા માટે કહેવમાં આવ્યું છે.રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે સિંધિયાએ કહ્યું છે કે વિવાદીત દ્રશ્યને હટાવ્યા પછી જ ફિલ્મ તેમના પ્રદેશમાં દેખાડવામાં આવશે.

કરણી સેનાના સંસ્થાપક કલ્યાણ સિંહ કાલવીએ પણ આનો વિરોધ કર્યો છે. કરણી સેનાનું કહેવું છે કે પદ્મિની 13મી સદીની વીર રાજપૂત યોદ્ધા રાણી હતી. ફિલ્મમાં દિલ્હીના સુલ્તાન અલાઉદ્દીન ખિલજી અને રાણી પદ્માવતી વચ્ચેના રોમાંસને બતાવવામાં આવ્યો છે , જે ઈતિહાસ સાથે છેડછાડ છે.
First published:

Tags: Deepika Padukone, Karni sena, Padmavati, Ranveer Singh, Sahid Kapoor, Sanjay Leela Bhansali

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन