અજયની સુધરી ગઇ દિવાળી,એક ક્લિક પર જાણો કેટલું કમાઇ 'ગોલમાલ અગેઇન'

Network18 | News18 Gujarati
Updated: October 22, 2017, 1:45 PM IST
અજયની સુધરી ગઇ દિવાળી,એક ક્લિક પર જાણો કેટલું કમાઇ 'ગોલમાલ અગેઇન'
Network18 | News18 Gujarati
Updated: October 22, 2017, 1:45 PM IST
રોહિત શેટ્ટીની ‘ગોલમાલ’ સીરિઝની ફિલ્મ ‘ગોલમાલ અગેન’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 20 ઓક્ટોબરના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા વિકએન્ડમાં કરોડોની  કમાણી કરી લીધી છે. ગોલમાલ અગેઇનને ક્રિટિક્સે પણ વખાણી છે અને તેને 3.5 સ્ટાર્સ આપ્યા હતા તો દર્શકોએ પણ રોહીત શેટ્ટીનાં ક્રિએશનને વધાવી લીધુ છે. ફિલ્મે બે દિવસમાં 30 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.

100 કરોડ રૂપિયાનાં ખર્ચે બનેલી આ ફિલ્મે બે દિવસમાં જ 30 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. તો આ ફિલ્મને હાલમાં 3000થી વધુ સ્ક્રિન્સ પર રિલીઝ કરવામાં આવી છે. પરંતુ દર્શકોને પેટ પકડીને હસાવવાની બાબતમાં આ ફિલ્મ અવ્વલ આવી છે. દિવાળીની રજાઓમાં આવેલી આ ફિલ્મની કમાણી 30 કરોડથી વધુ થઈ ચુકી છે.

ગોલમાલ અગેઇનની સાથે આમિર ખાનની સિક્રેટ સુપર સ્ટાર પણ રીલીઝ થઇ છે. આ ફિલ્મ 50 કરોડ રૂપિયાનાં ખર્ચે બની છે. ત્યારે આ ફિલ્મે અત્યાર સુધીમાં માંડ 10 કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ કર્યો છે. જોકે આ ફિલ્મને પણ ક્રિટિક્સે વખાણી છે. ફિલ્મને તેમણે 4.0 સ્ટાર્સ આપ્યા છે. તો બોક્સ ઓફિસ પર 2000 સ્ક્રિન્સ પર આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે.

— taran adarsh (@taran_adarsh) October 20, 2017

First published: October 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर