'પદ્માવતી' વિવાદ પર બોલ્યા BJP નેતા, 'દરેક થિયેટરને સળગાવવાની છે તાકાત'
'પદ્માવતી' વિવાદ પર બોલ્યા BJP નેતા, 'દરેક થિયેટરને સળગાવવાની છે તાકાત'
'પદ્માવતી' ફિલ્મનો વિવાદ હજુ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સંજય લીલા ભણસાલી અને દિપીકા પાદુકોણનું સર કલમ કરવા પર ઇનામની ઘોષણા કરનાર બીજેપી નેતા સૂરજ પાલ અમૂની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
'પદ્માવતી' ફિલ્મનો વિવાદ હજુ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સંજય લીલા ભણસાલી અને દિપીકા પાદુકોણનું સર કલમ કરવા પર ઇનામની ઘોષણા કરનાર બીજેપી નેતા સૂરજ પાલ અમૂની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
'પદ્માવતી' ફિલ્મનો વિવાદ હજુ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સંજય લીલા ભણસાલી અને દિપીકા પાદુકોણનું સર કલમ કરવા પર ઇનામની ઘોષણા કરનાર બીજેપી નેતા સૂરજ પાલ અમૂની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ બીજેપી નેતાએ એક ભડકાઉ ભાષણ આપ્યુ છે.
મંગળવારના રોજ સૂરજ પાલ અમૂ એ જણાવ્યુ હતુ કે, હિંદુસ્તાનના દરેક સિનેમાહોલમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે તેમજ આ દેશના યુવા અને ક્ષત્રિય સમાજ એક-એક સિનેમા હોલને સળગાવવાની તાકાત રાખે છે.
Hindustan ke saare cinema halls mein swachhta abhiyan chalaenge, ek-ek screen ko aag lagane ki takat rakhta hai Kshatriya samaj aur iss desh ka naujawan: Suraj Pal Amu, BJP #Padmavatipic.twitter.com/cKmQXKzJwP
તમને જણાવી દઇએ કે, નેતા સૂરજ પાલ અમૂએ રવિવારના રોજ જણાવ્યુ હતુ કે, જે પણ સંજય લીલા ભણસાલી અને અભિનેત્રી દિપીકા પાદુકોણનું સર કલમ કરશે તેને 10 કરોડ આપવામાં આવશે. જો કે આ નિવેદનથી નારાજ થઇને ગુરુગ્રામના એક વ્યક્તિએ સૂરજ પાલ અમૂ વિરુદ્ધ મંગળવારના રોજ એફઆઇઆર દાખલ કરી છે.
તેમને જણાવ્યુ હતુ કે, હું એ લોકોના પરિવારની દેખરેખ કરીશ જે ભણસાલી અને દિપીકાનું માથુ કાપીને લાવશે. નોંધનીય છે કે, ફિલ્મ પદ્માવતીને લઇને વિવાદ વધી રહ્યો ત્યારે આ વિવાદમાં માત્ર બીજેપી નેતા જ નહિં પરંતુ કેટલાક કોંગ્રેસના નેતા પણ સામેલ છે. મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પ્રદેશમાં આ ફિલ્મ રિલીઝ ના કરવાની વાત કરી છે, તો પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે પણ જણાવ્યુ હતુ કે, ઇતિહાસ સાથે કોઇ પણ પ્રકારની છેડછાડને ચલાવી લેવામાં નહિં આવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર