મધ્યપ્રદેશના એગ્રો ઓઇલ ક્ષેત્રની સૌથી મોટી કંપની સાંવરિયા ગ્રુપના 450 કરોડના કાળા નાણા મામલે બોલીવુડ કનેક્શન હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેને પગલે સાંવરિયા ગ્રુપના સંચાલક અનિલ અગ્રવાલ સામે ભીંસ વધી છે.
મધ્યપ્રદેશના એગ્રો ઓઇલ ક્ષેત્રની સૌથી મોટી કંપની સાંવરિયા ગ્રુપના 450 કરોડના કાળા નાણા મામલે બોલીવુડ કનેક્શન હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેને પગલે સાંવરિયા ગ્રુપના સંચાલક અનિલ અગ્રવાલ સામે ભીંસ વધી છે.
નવી દિલ્હી # મધ્યપ્રદેશના એગ્રો ઓઇલ ક્ષેત્રની સૌથી મોટી કંપની સાંવરિયા ગ્રુપના 450 કરોડના કાળા નાણા મામલે બોલીવુડ કનેક્શન હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેને પગલે સાંવરિયા ગ્રુપના સંચાલક અનિલ અગ્રવાલ સામે ભીંસ વધી છે.
ઇન્કમ ટેક્ષ વિભાગની તપાસમાં એવા દસ્તાવેજ હાથ લાગ્યા છે જે અંતગર્ત ગ્રુપના સંચાલક અનિલ અગ્રવાલે બોલીવુડ અભિનેત્રી ગદર ફેઇમ અમિષા પટેલના પ્રોડકશન હાઉસમાં કરોડો રૂપિયા આપ્યા છે.
અનિલ અગ્રવાલે મોટા ફિલ્મ નિર્માતા નિર્દેશકો પૈકીના એક એવા પ્રકાશ ઝાને પણ ફિલ્મો માટે કરોડો રૂપિયા આપ્યા છે.
વાસ્તવમાં ગત ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં ઇન્કમ ટેક્ષ વિભાગે સાંવરિયા ગ્રુપના પાંચ જિલ્લામાં આવેલા વિવિધ 15 જેટલા સ્થળોએ દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં ઇન્કમટેક્ષ વિભાગને પ્રકાશ ઝા અને અમિષા પટેલના નામથી સાઇન કરેલા ચેક પણ મળી આવ્યા છે.
કહેવાઇ રહ્યું છે કે, સાંવરિયા ગ્રુપના સંચાલક અનિલ અગ્રવાલે ઇન્કમ ટેક્ષ ચોરીની રકમ પ્રકાશ ઝા અને અમિષા પટેલ ઉપરાંત અન્ય ફિલ્મ પ્રોડક્શન હાઉસમાં પણ લગાવી છે.
આઇટી સુત્રોના જણાવ્યા અનુસાર સાંવરિયા ગ્રુપમાંથી મળેલા ચેકને લઇને આ મામલે મુંબઇ આઇટીના અધિકારીઓ દ્વારા ટૂંક સમયમાં પ્રકાશ ઝા અને અમિષા પટેલની પુછપરછ પણ કરાશે.
ગ્રુપના સર્વેસર્વા અનિલ અગ્રવાલને બોલીવુડમાં પ્રવેશ માટે તાજેતરમાં જ ટેલીફિલ્મ કંપની પણ બનાવી હતી. સાંવરિયા ગ્રુપની તપાસમાં અંદાજે 450 કરોડ રૂપિયાના કાળા નાણાનો ખુલાસો થયો છે. કર ચોરીને પગલે આઇટી ઓફિસરો અનિલ અગ્રવાલ અને એના ભાઇઓની પુછપરછ ચાલી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર